<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

૧૨ વર્ષનો પીએમ મોદીનો ઐતિહાસિક સૌથી લાંબો કાર્યકાળનો ઈતિહાસ રચાતા કેબિનેટ બેઠકમાં મંત્રીઓએ કર્યુ ભવ્‍ય સન્‍માન

 

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ચૂંટાયેલા પીએમ તરીકે સતત ૪,૩૯૯ દિવસ પૂર્ણ કરીને ભારતીય રાજકારણમાં સૌથી લાંબા કાર્યકાળનો અભૂતપૂર્વ રેકોર્ડ બનાવ્‍યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ કેન્‍દ્રીય મંત્રીમંડળે ખાસ ઠરાવ પસાર કરી, ઉભા થઈને તાળીઓના ગડગડાટ સાથે તેમનું ભવ્‍ય સન્‍માન કર્યું હતું. વિશ્વભરના નેતાઓ અને રાજદ્વારીઓ તરફથી મળી રહેલા અભિનંદન વચ્‍ચે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર સંસ્‍કળત શ્‍લોક શેર કરી જાહેર સેવાને જ સુશાસનની અસલી કસોટી ગણાવી છે.

કેન્‍દ્રીય મંત્રીમંડળની બેઠકમાં વડાપ્રધાન મોદીના આગમન સાથે જ મંત્રીઓએ ટેબલ થપથપાવીને તેમનું જોરદાર સ્‍વાગત કર્યું હતું. દેશના વિકાસમાં તેમના ૧૨ વર્ષના નેતળત્‍વ અને યોગદાનની પ્રશંસા કરતો વિશેષ પ્રસ્‍તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્‍યો હતો.

આ ભવ્‍ય ક્ષણને ભાજપ અને એનડીએના નેતાઓએ નવભારતની લોકશાહીનો સુવર્ણ અધ્‍યાય ગણાવ્‍યો છે. પીએમ મોદીએ આ ભવ્‍ય સફળતા પાછળ નમ્રતા, ફરજ પ્રત્‍યેની નિષ્ઠા અને જનતાના અતૂટ વિશ્વાસને મુખ્‍ય આધાર ગણાવ્‍યો હતો.

(3:31 PM IST)