<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

2014માં મોબાઈલ આયાત થતા હતા આજે દેશમાં 33 કરોડ બને છે, આપણી નીતિઓ દેશની જરૂરિયાત પર આધારિત' : પીએમ મોદી

સોલાર ક્ષમતા 2.5 ગીગાવોટથી વધીને 150 ગીગાવોટ પર પહોંચી છે, ઇથેનોલ બ્લેન્ડિંગ 1.5% થી વધીને 20% થયું છે અને દેશમાં 10થી વધુ સેમિકન્ડક્ટર યુનિટ્સ આકાર લઈ રહ્યા છે

નવી દિલ્હી :એનડીએ નેતાઓની બેઠકને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આંકડાકીય વિગતો સાથે 2014 પછી દેશમાં આવેલા મોટા આર્થિક અને માળખાકીય પરિવર્તનો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, 2014 માં જ્યાં દેશમાં મોટાભાગના મોબાઈલ ફોન આયાત કરવા પડતા હતા, ત્યાં આજે દેશમાં વાર્ષિક 33 કરોડથી વધુ મોબાઈલ હેન્ડસેટનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ ઉપરાંત, સોલાર ક્ષમતા 2.5 ગીગાવોટથી વધીને 150 ગીગાવોટ પર પહોંચી છે, ઇથેનોલ બ્લેન્ડિંગ 1.5% થી વધીને 20% થયું છે અને દેશમાં 10થી વધુ સેમિકન્ડક્ટર યુનિટ્સ આકાર લઈ રહ્યા છે. 

 પીએમ મોદીએ ઉમેર્યું કે, તેમની સરકારે યુવાનો, માછીમારો અને સહકારી ક્ષેત્ર માટે અલગ મંત્રાલયો બનાવ્યા છે, તેમજ 'સ્વનિધિ' અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓનો વ્યાપ સ્ટ્રીટ વેન્ડર્સ, પશુપાલકો અને દિવ્યાંગો સુધી વિસ્તારીને છેવાડાના માનવીને વિકાસની મુખ્યધારામાં જોડવાનું કામ કર્યું છે.

(8:22 PM IST)