<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

એનડીએ નેતાઓની બેઠકમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસે દેશને લાચારી, ગરીબી અને લઘુતાગ્રંથિની ખાઈમાં ધકેલી દીધો

પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, શાસન, નીતિ અને નિર્ણાયકતાના અભાવવાળા આ મોડેલને વાસ્તવમાં "કોંગ્રેસ ગ્રોથ રેટ" કહેવો જોઈએ

નવી દિલ્હી :એનડીએ (NDA) નેતાઓની બેઠકમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું છે કે, કોંગ્રેસે દેશને લાચારી, ગરીબી અને લઘુતાગ્રંથિની ખાઈમાં ધકેલી દીધો હતો અને એવું વાતાવરણ ઊભું કર્યું હતું કે ભારતમાં ઝડપી વિકાસ શક્ય જ નથી. પીએમ મોદીએ આક્ષેપ કર્યો કે, કોંગ્રેસે ખૂબ જ ચાલાકીપૂર્વક પોતાની નીતિગત નિષ્ફળતાઓ અને સુસ્ત વિકાસ દરને "હિન્દુ ગ્રોથ રેટ" નું નામ આપી દીધું, જેથી જવાબદારી તેમની રહે અને બદનામી દેશની બહુમતી હિન્દુ વસ્તીના માથે આવે.

   પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, શાસન, નીતિ અને નિર્ણાયકતાના અભાવવાળા આ મોડેલને વાસ્તવમાં "કોંગ્રેસ ગ્રોથ રેટ" કહેવો જોઈએ, અને અટલજીના નેતૃત્વમાં જ્યારે પહેલીવાર એનડીએ સરકાર આવી ત્યારે જ દેશને સાચા અર્થમાં ઝડપી વિકાસની ઝલક જોવા મળી હતી, પરંતુ 2004માં દેશે ફરી એકવાર અસ્થિરતાનો સામનો કરવો પડ્યો હતો.

(8:27 PM IST)