News of Wednesday, 10th June 2026
કોંગ્રેસના વિશ્વાસઘાત બાદ જનતાએ દેશ સોંપ્યો: 12 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા' : પીએમ મોદી
2014માં ઉગેલો આશાનો સૂરજ પુનઃ આત્મવિશ્વાસના કિરણમાં ફેરવાયો છે, અને દેશના લોકોએ પહેલીવાર જોયું છે કે સાચી દાનતથી સરકાર ચલાવવામાં આવે તો વિકાસ ખૂબ જ ઝડપથી થાય

દિલ્હીમાં એનડીએ (NDA) નેતાઓની બેઠકને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના વિશ્વાસઘાત બાદ દેશની જનતાએ આપણા પર ભરોસો મૂક્યો હતો અને એનડીએ પરિવારે હંમેશા દેશના એ વિશ્વાસને વધુ મજબૂત કર્યો છે. તેમણે ગર્વ વ્યક્ત કરતા કહ્યું કે, 2014માં ઉગેલો આશાનો સૂરજ આજે પુનઃ આત્મવિશ્વાસના કિરણમાં ફેરવાઈ ગયો છે, અને દેશના લોકોએ પહેલીવાર જોયું છે કે સાચી દાનતથી સરકાર ચલાવવામાં આવે તો વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે. પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું કે, એનડીએ સરકારના 12 વર્ષના શાસનકાળ દરમિયાન 25 કરોડથી વધુ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવામાં મળેલીફળતા એ સાબિત કરે છે કે આપણી નીતિઓ અને આપણી દિશા એકદમ સાચી છે
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
