હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રમ્પની શુભેચ્છા પર પીએમ મોદીનો જવાબ: 'ભારત-અમેરિકા વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ આગળ વધારવા હું ઉત્સુક છું'
વૈશ્વિક સ્તરે બંને મહાનુભાવો વચ્ચેનો આ સંવાદ ભારત અને અમેરિકાના મજબૂત થઈ રહેલા રાજદ્વારી સંબંધોને ફરી એકવાર રેખાંકિત કરે છે.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયા પર આપવામાં આવેલી શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કરતા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વળતી પોસ્ટ મૂકી છે. પીએમ મોદીએ લખ્યું છે કે, "તમારી ઉષ્માભરી શુભેચ્છાઓ માટે આભાર, પ્રેસિડેન્ટ ટ્રમ્પ. હું બંને દેશો અને સમગ્ર વિશ્વના હિત માટે ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત અને આગળ વધારવા માટે તમારી સાથે મળીને કામ કરવા ઉત્સુક છું." વૈશ્વિક સ્તરે બંને મહાનુભાવો વચ્ચેનો આ સંવાદ ભારત અને અમેરિકાના મજબૂત થઈ રહેલા રાજદ્વારી સંબંધોને ફરી એકવાર રેખાંકિત કરે છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિશેષ પોસ્ટ શેર કરીને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદી સાથેની પોતાની મિત્રતાનો ઉલ્લેખ કરતા ડોનાલ્ડ ટ્રમ્પે તેમને પોતાના ખાસ મિત્ર અને એક મહાન વ્યક્તિ ગણાવ્યા છે. આટલું જ નહીં, યુએસ પ્રમુખે પીએમ મોદીના નેતૃત્વ અને વ્યક્તિત્વની પ્રશંસા કરતા પોસ્ટમાં લખ્યું છે કે, 'તેઓ એક અત્યંત મજબૂત, બુદ્ધિશાળી અને સ્વસ્થ વ્યક્તિ છે.' ભારત અને અમેરિકાના મજબૂત થતા દ્વિપક્ષીય સંબંધો વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની આ સોશિયલ મીડિયા પોસ્ટ વૈશ્વિક રાજકારણમાં ભારે ચર્ચા જગાવી રહી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
