<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ઝી એન્ટરટેઈનમેન્ટના બોર્ડ દ્વારા નવા બિઝનેસ સાહસો માટે રૂા. ૨,૩૦૦ કરોડના તોતિંગ ભંડોળ એકત્રીકરણની દરખાસ્તને લીલી ઝંડી

ભારતની અગ્રણી મીડિયા કંપની ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડે (ઝીલ) તેના ભાવિ પ્રોજેક્ટ્સ અને નવા બિઝનેસને વેગ આપવા માટે બજારમાંથી ઓછામાં ઓછા રૂા. ૨,૩૦૦ કરોડનું ભંડોળ એકઠું કરવા માટે બોર્ડની મંજૂરી મેળવી લીધી છે. આ ભંડોળ કંપનીને આકરી સ્પર્ધા વચ્ચે પોતાની ડિજિટલ અને કન્ટેન્ટ ક્ષમતા વધારવામાં મદદ કરશે.

મુંબઈ: સોની પિક્ચર્સ સાથેનું મર્જર રદ થયા બાદ ઝી એન્ટરટેઈનમેન્ટ કંપનીએ હવે પોતાના દમ પર આગળ વધવાની રણનીતિ ઘડી કાઢી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એક મહત્વપૂર્ણ બેઠકમાં વ્યવસાયિક વિસ્તરણ અને નવી પહેલ માટે ઓછામાં ઓછા રૂા. ૨,૩૦૦ કરોડ ના ભંડોળ એકત્રીકરણની યોજનાને ઔપચારિક મંજૂરી આપી દીધી છે. કંપની આ રકમ શેર ઇશ્યૂ કરીને કે પછી અન્ય નાણાકીય સાધનો મારફતે બજારમાંથી ઊભી કરશે. મીડિયા જગતમાં રિલાયન્સ અને ડિઝનીના તાજેતરના મેગા મર્જર બાદ બજારમાં ટકી રહેવા અને ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને વધુ મજબૂત કરવા માટે ઝી ને આ ફંડિંગની સખત જરૂર હતી. આ નિર્ણય બાદ શેરબજારમાં ઝી ના શેરમાં પણ હલચલ જોવા મળી શકે છે.* 

(12:48 AM IST)