હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 11th June 2026
બાબા કલ્યાણીની ભારત ફોર્જે ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈનમાં મારી ધમાકેદાર એન્ટ્રી: વિશ્વની ટોચની પાંચમાંથી ૩ ચિપમેકર કંપનીઓ સાથે કરી પાર્ટનરશિપ
ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં મોટો કૂદકો લગાવતા, પ્રખ્યાત ઓટો કમ્પોનન્ટ કંપની 'ભારત ફોર્જ' હવે સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં પ્રવેશી ચૂકી છે. કંપનીના ચેરમેન બાબા કલ્યાણીએ જાહેરાત કરી છે કે તેઓ વૈશ્વિક સ્તરની ટોચની ૫ ચિપ નિર્માતા કંપનીઓ પૈકી ૩ સાથે મજબૂત ભાગીદારી કરીને સપ્લાય ચેઈનનો મહત્વનો હિસ્સો બની ગયા છે.

પુણે: દુનિયાભરમાં જ્યારે સેમિકન્ડક્ટર ચિપ્સની ભારે માંગ છે, ત્યારે ભારતની દિગ્ગજ એન્જિનિયરિંગ અને ફોર્જિંગ કંપની 'ભારત ફોર્જ' એ આ દિશામાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીના વડા બાબા કલ્યાણીએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે ભારત ફોર્જે હવે સફળતાપૂર્વક ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં પ્રવેશ મેળવી લીધો છે. કંપનીએ માત્ર એન્ટ્રી જ નથી કરી, પરંતુ વિશ્વની ટોચની પાંચ ચિપમેકર કંપનીઓમાંથી ત્રણ સાથે મહત્વના કરારો અને ભાગીદારી પણ કરી લીધી છે. આ ડીલ થકી ભારત ફોર્જ હવે અદ્યતન સેમિકન્ડક્ટર નિર્માણ માટે જરૂરી અત્યંત જટિલ અને હાઈ-ટેક ઉપકરણોનું ઉત્પાદન કરશે. આ પગલું માત્ર કંપની માટે જ નહીં, પરંતુ ભારતની આત્મનિર્ભર ઝુંબેશ માટે પણ મોટું સીમાચિહ્ન સાબિત થશે.
(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
