હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 11th June 2026
ડો. સત્યાંજલ પાંડે પાકિસ્તાનમાં ભારતના નવા સીડીએ તરીકે નિયુક્ત: ઇસ્લામાબાદમાં બનશે ભારતના સૌથી ટોચના રાજદ્વારી
ભારત સરકારે પાકિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધો મામલે એક મહત્વનો નિર્ણય લેતા અનુભવી ડિપ્લોમેટ ડો. સત્યાંજલ પાંડેને ઇસ્લામાબાદમાં ભારતના નવા 'ચાર્જ ડી અફેર્સ' (સીડીએ) તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ અત્યાર સુધી શ્રીલંકામાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા, અને હવે પાકિસ્તાનમાં મોરચો સંભાળશે

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી હાઈ કમિશનર (ઉચ્ચાયુક્ત) સ્તરના સીધા રાજદ્વારી સંબંધો સ્થગિત છે, ત્યારે બંને દેશોમાં 'ચાર્જ ડી અફેર્સ' દ્વારા જ કામગીરી સંભાળવામાં આવે છે. વિદેશ મંત્રાલયે એક મહત્વની નિમણૂક કરતા વરિષ્ઠ ભારતીય વિદેશ સેવા અધિકારી ડો. સત્યાંજલ પાંડેને પાકિસ્તાનમાં ભારતના નવા સીડીએ તરીકે મૂક્યા છે. અગાઉ શ્રીલંકા ખાતે ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ડો. પાંડેની આ નિમણૂક ખૂબ જ વ્યૂહાત્મક માનવામાં આવે છે. પાકિસ્તાનમાં હાલની ડામાડોળ રાજકીય અને આર્થિક સ્થિતિ વચ્ચે તેઓ ઇસ્લામાબાદમાં ભારતના હિતોનું રક્ષણ કરવા માટે દેશના ટોચના રાજદ્વારી તરીકે જવાબદારી નિભાવશે
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
