<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ટીએમસીમાં મોટો ભડકો: ૧૯ બળવાખોર સાંસદોની યાદી જાહેર થતા ખળભળાટ, શત્રુઘ્ન સિન્હા અને યુસુફ પઠાણ જેવા દિગ્ગજોના નામ પણ સામેલ

પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ:તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના ૧૯ જેટલા બળવાખોર સાંસદોની યાદી લીક:યાદીમાં શત્રુઘ્ન સિન્હા, યુસુફ પઠાણ, કાકોલી ઘોષ દસ્તીદાર, શતાબ્દી રોય અને સાયોની ઘોષ જેવા મોટા નેતાઓના નામ ઉછળતા મમતા બેનર્જીની છાવણીમાં હડકંપ મચી ગયો

કોલકાતા: પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક બળવાની આગ ભડકી ઉઠી છે. તાજેતરમાં જ ટીએમસીના ૧૯ જેટલા અસંતુષ્ટ અને બળવાખોર સાંસદોની એક ગુપ્ત યાદી લીક થઈ ગઈ છે, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. આશ્ચર્યની વાત એ છે કે આ બળવાખોર નેતાઓમાં બોલિવૂડના પૂર્વ અભિનેતા શત્રુઘ્ન સિન્હા, તેમજ ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા યુસુફ પઠાણ જેવા દિગ્ગજ ચહેરાઓ પણ સામેલ છે. આ ઉપરાંત કાકોલી ઘોષ દસ્તીદાર, શતાબ્દી રોય અને સાયોની ઘોષના નામ પણ આ યાદીમાં હોવાથી પક્ષ હાઈકમાન્ડ ભારે દબાણમાં આવી ગયું છે. જો આ સાંસદો ખુલ્લેઆમ બળવો કરશે તો બંગાળમાં મોટા રાજકીય સમીકરણો બદલાઈ શકે છે.

(12:40 AM IST)