હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 11th June 2026
અમેરિકા દ્વારા ઈરાન પર મોટા હુમલાની તૈયારી: પાવર પ્લાન્ટ અને બ્રિજને ઉડાવી દેવાની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગર્ભિત ચીમકી
ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, અમેરિકન પ્રશાસન ઈરાન પર વધુ આકરા લશ્કરી હુમલા કરવા માટે અંતિમ નિર્ણયની નજીક છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો જરૂર પડશે તો અમેરિકન સેના ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને મહત્વના બ્રિજને નિશાન બનાવીને તેનો ખાતમો બોલાવી દેશે.

વોશિંગ્ટન: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વધુ તેજ બન્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને કડક ભાષામાં ચેતવણી આપી છે. પ્રખ્યાત મીડિયા હાઉસ 'ફોક્સ ન્યૂઝ' ના એક સનસનાટીભર્યા અહેવાલ મુજબ, અમેરિકા ઈરાનના મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટા પાયે લશ્કરી સ્ટ્રાઇક કરવા માટેનો નિર્ણય લેવાની બિલકુલ નજીક પહોંચી ગયું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકન હિતો પર જો કોઈ આંચ આવશે તો તેના જવાબમાં ઈરાનના મુખ્ય પાવર પ્લાન્ટ અને મહત્ત્વના બ્રિજને સીધા નિશાન બનાવવામાં આવશે. આ નિવેદનથી વૈશ્વિક સ્તરે શેરબજાર અને ક્રૂડ ઓઇલના ભાવોમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે
(12:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
