News of Thursday, 11th June 2026
ઇરાને જોર્ડનમાં યુએસ એરબેઝ પર sa સંખ્યાબંધ બેલેસ્ટિક મિસાઇલો ઝીંકી: અહીં અમેરિકાના ૧૦૦ ફાઈટર જેટ તૈનાત છે
ઇરાને આ હુમલામાં ભારે નુકસાન પહોંચાડ્યાનો દાવો કર્યો છે, જ્યારે વાસ્તવિકતામાં જોર્ડને હવામાં જ મિસાઇલો તોડી પાડ્યા

તહેરાન: ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે જોર્ડનમાં આવેલા અલ-અઝરક એરબેઝ પર બેલેસ્ટિક મિસાઇલો છોડી હોવાની વાત સાચી છે. આ એરબેઝ પર અમેરિકાના ૧૦૦ થી વધુ ફાઇટર જેટ્સ તૈનાત છે. ઇરાને આ હુમલામાં ભારે નુકસાન પહોંચાડ્યાનો દાવો કર્યો છે, જ્યારે વાસ્તવિકતામાં જોર્ડને હવામાં જ મિસાઇલો તોડી પાડ્યાનું સત્તાવાર રીતે જણાવ્યું છે.
ઇરાન અને અમેરિકા વચ્ચેનો લશ્કરી તણાવ હવે યુદ્ધની અણી પર પહોંચી ગયો છે. ઇરાન ઓબ્ઝર્વર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જોર્ડનમાં અમેરિકન લશ્કરના હવાઈ મથકને નિશાન બનાવીને ડઝનબંધ બેલેસ્ટિક મિસાઇલો છોડવામાં આવી છે. ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે જોર્ડનના અલ-અઝરક એરબેઝ પર ૧૨ બેલેસ્ટિક મિસાઇલો છોડી છે.
ઇરાનનો સત્તાવાર દાવો છે કે તેમણે જોર્ડનમાં આવેલા આ એરબેઝને નિશાન બનાવ્યું છે, જ્યાં અમેરિકાના એફ-૩૫, એફ-૧૫ અને એફ-૧૬ જેવા આધુનિક ફાઇટર જેટ્સ રખાયા છે. ઇરાની સેનાના જણાવ્યા મુજબ આ હુમલામાં અમેરિકાના અનેક ફાઇટર જેટ્સ અને લશ્કરી સુવિધાઓ નાશ પામી છે.
અમેરિકા દ્વારા તાજેતરમાં ઇરાન પર કરવામાં આવેલા હુમલાના વળતા જવાબ રૂપે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું ઇરાને જાહેર કર્યું છે.
જોકે, ગ્રાઉન્ડ ઝીરોની વાસ્તવિક પરિસ્થિતિ અને જોર્ડન સરકારના અહેવાલો મુજબ ચિત્ર તદ્દન અલગ છે. જોર્ડનની સેનાએ ઇરાન તરફથી આવતી પાંચથી વધુ મિસાઇલોને હવામાં જ તોડી પાડી હતી અને આ હુમલામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે નુકસાનના અને ધુમાડાના જે વીડિયો કે દાવા થઈ રહ્યા છે તેની કોઈ તટસ્થ પુષ્ટિ થઈ શકી નથી. આમ, મિસાઇલ હુમલો થયાની વાત બિલકુલ સાચી છે, પરંતુ વાયરલ થયેલા નુકસાનના દાવાઓ માત્ર ઇરાન તરફથી છે જ્યારે સામા પક્ષે જોર્ડને સફળતાપૂર્વક બચાવ કર્યાની પુષ્ટિ કરી છે.
આ ઘટનાને પગલે સમગ્ર ખાડી દેશોમાં યુદ્ધનો ખતરો વધી ગયો છે અને કુવૈત તથા બહેરીન જેવા દેશોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
