<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ઓમાનના અખાતમાં જહાજ ઉપર અમેરિકી હૂમલામાં ૩ ભારતીયોના મોત : જુઓ વિડીયો

અમેરિકા આ શું કરવા બેઠુ છે? : આજે નવો હૂમલોઃ ‘જલવીર' ઝપટે ચડયું: ૩ દિવસમાં ત્રીજા ભારતીય જહાજ ઉપર પ્રહાર

 

નવી દિલ્‍હી, તા.૧૧: પヘમિ એશિયાના સમુદ્રી માર્ગો અત્‍યારે સળગતા યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયા છે, જેમાં અમેરિકા અને ઈરાનની સરેઆમ લડાઈનો ભોગ ફરી એકવાર નિર્દોષ ભારતીય નાગરિકો બન્‍યા છે. વ્‍યાપારી જહાજો માટેના સૌથી સંવેદનશીલ ગણાતા હોર્મુઝ સ્‍ટ્રેટ નજીક અમેરિકી સેના દ્વારા એક વાણિજ્‍યિક જહાજ એમટી સેટેબેલો પર કરવામાં આવેલા હુમલામાં ૩ ભારતીય ખલાસીઓના કરુણ મોત નીપજ્‍યા છે, જ્‍યારે જહાજના મુખ્‍ય ઈજનેર  હજુ પણ ગુમ છે. આ દુર્ભાગ્‍યપૂર્ણ જહાજ પર કુલ ૨૪ ભારતીય ક્રૂ સભ્‍યો સવાર હતા, જેમાંથી ૨૧ ખલાસીઓને અત્‍યંત પ્રતિકૂળ પરિસ્‍થિતિઓ વચ્‍ચે આંતરરાષ્‍ટ્રીય બચાવ ટુકડીઓ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્‍યા છે. જોકે, આ ભયાનક વિસ્‍ફોટ બાદ ગલ્‍ફના દરિયામાં સર્જાયેલી અરાજકતાને કારણે ગુમ થયેલા મુખ્‍ય ઈજનેરની શોધખોળ માટે હજુ પણ સઘન ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ત્‍યારબાદ આજે અનય એક જહાજ ઝપેટે ચડ્‍યું ચ્‍હે. ઓમાનના દરિયાકાંઠે હોર્મુઝની ખાડી નજીક, ૨૦થી વધુ ભારતીય ક્રૂ સભ્‍યો સાથેના માલવાહક જહાજ એમટી જલવીર પર ભયાનક હુમલો કરવામાં આવ્‍યો છે. ૩ દિવસમાં ત્રીજી વાર ભારતીય જહાજ પર હુમલો કરવામાં આવ્‍યો છે.

આ દર્દનાક ઘટના અંગેની સત્તાવાર વિગતો આપતા ફોરવર્ડ સીમેન યુનિયન ઓફ ઈન્‍ડિયાના જનરલ સેક્રેટરી મનોજ યાદવે જણાવ્‍યું છે કે, હુમલા બાદથી જહાજ સાથેનો તમામ કમ્‍યુનિકેશન સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે, જેને કારણે જમીન પરથી સ્‍વતંત્ર રીતે ચોક્કસ સ્‍થિતિ જાણી શકાતી નથી. પ્રારંભિક અહેવાલો મુજબ, આ હુમલાનો ભોગ બનેલા અને પ્રભાવિત થયેલા ત્રણેય ભારતીય સભ્‍યો હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશના દેવરિયા અને આંધ્ર પ્રદેશના રહેવાસી છે, જેના લીધે દેશના અલગ-અલગ રાજ્‍યોમાં વસતા તેમના પરિવારો પર ચિંતાના ઘેરા વાદળો છવાયા છે. અમેરિકા અને ઈરાન બંને એકબીજાના સૈન્‍ય ઠેકાણાઓ પર જે રીતે ભારે ગોળીબાર અને મિસાઈલ મારો કરી રહ્યા છે, તેના લીધે આંતરરાષ્‍ટ્રીય જળસીમામાં વ્‍યાપારિક પરિવહન કરતા લાખો ખલાસીઓની સુરક્ષા અત્‍યારે ભગવાન ભરોસે મુકાઈ ગઈ છે.

ગલ્‍ફ ક્ષેત્રમાં સર્જાયેલી આ ભીષણ કટોકટી અને ભારતીય નાગરિકોના મોતના પગલે ભારતે આંતરરાષ્‍ટ્રીય મંચ પર અત્‍યંત આક્રમક અને કડક વલણ અખત્‍યાર કર્યું છે. સંયુક્‍ત રાષ્‍ટ્ર સુરક્ષા પરિષદની તાકીદની બેઠકમાં ભારતે વાણિજ્‍યિક જહાજો પર થઈ રહેલા આ આડેધડ હુમલાઓની આકરા શબ્‍દોમાં નિંદા કરતા સ્‍પષ્ટ કર્યું છે કે વૈશ્વિક સમુદ્રી માર્ગોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે. બીજી તરફ, ઈરાનની ખૂંખાર ઇસ્‍લામિક રિવોલ્‍યુશનરી ગાર્ડ કોર્પ્‍સ એ પણ જોર્ડનમાં આવેલા યુએસ સૈન્‍યના વ્‍યૂહાત્‍મક અલ-અઝરાક એર બેઝ પર સીધો અને મોટો મિસાઈલ હુમલો કરવાનો દાવો કર્યો છે, જેનાથી સ્‍પષ્ટ થાય છે કે મધ્‍ય-પૂર્વનો આ તણાવ હવે ચરમસીમાએ પહોંચી ચૂકયો છે અને જો આ લોહિયાળ યુદ્ધ વહેલી તકે નહીં અટકે તો વૈશ્વિક તેલ પુરવઠો સંપૂર્ણપણે ઠપ્‍પ થઈ જશે.

(3:00 PM IST)