તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૨ સોમવાર
ગાઝામાં ઈઝરાયેલનો મોટો હુમલો: હમાસના મુખ્ય ફાઈનાન્સર ખાદેર જમાસી અને તેના ડેપ્યુટી મુહમ્મદ હરાઝીનને ફૂંકી માર્યા
આ બંને, હમાસ બળવાખોરોની મિલિટરી વિંગને કરોડો ડોલર પહોંચાડવા અને આતંકી હુમલાઓનું ફંડિંગ કરતા હતા

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ અને શિન બેટે ગાઝા પટ્ટીમાં એક મોટી કાર્યવાહી કરી છે. તાજેતરમાં ઉત્તર ગાઝા પટ્ટીમાં કરવામાં આવેલા એક સચોટ હવાઈ હુમલામાં હમાસના 'ફંડ ટ્રાન્સફર નેટવર્ક'ના વડા ખાદેર જમાસી અને તેના ડેપ્યુટી મુહમ્મદ હરાઝીન માર્યા ગયા છે.
ઇઝરાયેલ સેનાના જણાવ્યા મુજબ, આ બંને આતંકીઓ ગાઝા પટ્ટીમાં હમાસ માટે મુખ્ય નાણાકીય સંચાલકો તરીકે કામ કરતા હતા. યુદ્ધ દરમિયાન તેઓએ ગાઝા પટ્ટીમાં સક્રિય ડઝનબંધ મની એક્સચેન્જરોના નેટવર્કનો ઉપયોગ કરીને હમાસની સૈન્ય પાંખને કરોડો ડોલર પહોંચાડ્યા હતા.
આ ભંડોળનો ઉપયોગ હમાસ દ્વારા તેના આતંકવાદીઓને પગાર ચૂકવવા અને ઇઝરાયેલના નાગરિકો તેમજ આઈ ડી એફ સૈનિકો પર હુમલાની યોજનાઓને અંજામ આપવા માટે કરવામાં આવતો હતો. નોંધનીય છે કે, ઇઝરાયેલ સેનાએ છેલ્લા કેટલાક મહિનાઓમાં ગાઝા અને લેબનોન બંને જગ્યાએ હમાસના આવા અનેક નાણાકીય સંચાલકોને શોધીને નિશાન બનાવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
