હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગ્લેમર અને પોલિટિક્સનું સુપર હોટ કોમ્બિનેશન: પોપ ક્વીન કેટી પેરી અને કેનેડાના પૂર્વ પીએમ જસ્ટિન ટ્રુડોએ રેડ કાર્પેટ પર સાથે એન્ટ્રી કરી સત્તાવાર રીતે સ્વીકાર્યો પોતાનો પ્રેમ
ન્યૂ યોર્ક સિટીના ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં આ હાઈપ્રોફાઈલ કપલે આખી દુનિયા સામે એકબીજાના હાથ પકડીને આપ્યા રોમેન્ટિક પોઝ: મોન્ટ્રીયલની પહેલી ડેટથી શરૂ થયેલી લવ સ્ટોરી આખરે ઇન્સ્ટાગ્રામથી રેડ કાર્પેટ સુધી પહોંચી

ન્યૂ યોર્ક: હોલીવુડના ગ્લેમર જગત અને આંતરરાષ્ટ્રીય રાજકારણના ગલિયારાઓમાંથી વર્ષ ૨૦૨૬ ના સૌથી આઘાતજનક અને રોમેન્ટિક સમાચાર સામે આવ્યા છે. વિશ્વભરમાં કરોડો દિલાની ધડકન સમાન અમેરિકન પોપ સિંગર કેટી પેરી અને કેનેડાના હેન્ડસમ પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના સંબંધોને આગલા સ્તર પર લઈ જઈને સત્તાવાર મહોર મારી દીધી છે. આ હાઈપ્રોફાઈલ સુપરસ્ટાર જોડીએ સોમવારે ન્યૂ યોર્ક સિટીમાં આયોજિત ભવ્ય 'ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલ' (Tribeca Film Festival) માં એક કપલ તરીકે રેડ કાર્પેટ પર ધમાકેદાર ડેબ્યૂ કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે.
બંને સેલિબ્રિટીઝ અહીં કેટી પેરીની નવી કોન્સર્ટ ડોક્યુમેન્ટરી "કેટી પેરી: ધ લાઇફટાઇમ્સ ટૂર - લાઇવ ફ્રોમ પેરિસ" ના વર્લ્ડ પ્રીમિયર પ્રસંગે સાથે પહોંચ્યા હતા. રેડ કાર્પેટ પર જેવી આ જોડીની એન્ટ્રી થઈ કે કેમેરામેનોમાં ફોટા પાડવાની હોડ જામી ગઈ હતી. કેટી પેરીએ આ ખાસ મોકા માટે અત્યંત આકર્ષક સફેદ રંગનો વિન્ટેજ 'લેનવિન ગાઉન' પહેર્યો હતો, જ્યારે ૫૪ વર્ષીય જસ્ટિન ટ્રુડો બ્લેક ટક્સીડોમાં હેન્ડસમ ડેટ નાઇટ લુકમાં સજ્જ જોવા મળ્યા હતા.
એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળ્યા કેટી અને જસ્ટિન
રેડ કાર્પેટ પર આ જોડીએ માત્ર સામાન્ય પોઝ જ નહોતા આપ્યા, પરંતુ તેમની વચ્ચેની અદભુત કેમિસ્ટ્રી સાફ દેખાઈ આવતી હતી. તેઓ સતત એકબીજાની આંખોમાં આંખો પરોવીને પ્રેમાળ સ્મિત વેરતા અને ખુલ્લેઆમ ગળે મળતા કેમેરામાં કેદ થયા હતા. એક સુંદર અને રોમેન્ટિક ક્ષણ દરમિયાન ૪૧ વર્ષીય "ફાયરવર્ક" ગાયિકા કેટી પેરી અને જસ્ટિન ટ્રુડો હસતાં હસતાં એકબીજા તરફ ઝૂક્યા હતા અને તેમના કપાળ તથા નાક એકબીજાને સ્પર્શ્યા હતા, જેને જોઈને ત્યાં હાજર ફેન્સ ખુશ થઈ ગયા હતા.
જુલાઈ ૨૦૨૫ થી શરૂ થઈ હતી રોમાંસની અફવાઓ
તમને જણાવી દઈએ કે આ એ-લિસ્ટ કપલ વચ્ચે રોમાંસની અફવાઓ સૌપ્રથમ જુલાઈ ૨૦૨૫ માં શરૂ થઈ હતી, જ્યારે તેઓ મોન્ટ્રીયલમાં એક સિક્રેટ ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા. તે સમયે ટ્રુડો તેમની ટીનએજ પુત્રી એલા-ગ્રેસને કેનેડામાં યોજાયેલા કેટી પેરીના મ્યુઝિક કન્સર્ટમાં પણ લઈ ગયા હતા. શરૂઆતમાં બંને વચ્ચે થોડો ઠંડકનો સમયગાળો આવ્યો હોવા છતાં, ઓક્ટોબરમાં પેરિસમાં કેટીના બર્થડે સેલિબ્રેશન દરમિયાન બંને હાથમાં હાથ પરોવીને ફરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ હેલોવીન પર ટ્રુડોએ કેટીના પ્રખ્યાત સુપર બાઉલ પરફોર્મન્સના "લેફ્ટ શાર્ક" પાત્ર જેવો પોશાક પહેરીને સોશિયલ મીડિયા પર હિન્ટ આપી હતી.
ડિસેમ્બરમાં તેઓ તેમની ટોક્યો ટ્રિપના અત્યંત અંગત ફોટા શેર કરીને ઇન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ થયા હતા અને એપ્રિલમાં જસ્ટિન બીબરના કોચેલા કન્સર્ટમાં પણ સાથે એન્જોય કરતા દેખાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટી પેરીએ તેની ૫ વર્ષની પુત્રી (જે તે તેના પૂર્વ મંગેતર ઓર્લાન્ડો બ્લૂમ સાથે શેર કરે છે) નો પરિચય જસ્ટિન ટ્રુડો અને તેમની પૂર્વ પત્ની સોફી ગ્રેગોઇર ટ્રુડોના ત્રણ બાળકો સાથે પણ કરાવી દીધો છે. હવે જ્યારે આ સંબંધને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે, ત્યારે નજીકના સૂત્રએ ખુલાસો કર્યો છે કે ગયા ઉનાળામાં તેમની પહેલી ડેટ પછી કેટી સીધી મોન્ટ્રીયલમાં જસ્ટિનના ઘરે ગઈ હતી અને ત્યારથી આ પાવર કપલ એકબીજાથી અલગ થઈ શકતું નથી અને પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી પણ પ્રેમ માટે સમય કાઢી લે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
