હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હરિયાણાના હાંસીમાં ભયાનક ઘટના: જીમના ૨૫ વર્ષીય માલિક કપિલની સરાજાહેર ૫ સેકન્ડમાં ૧૦ ગોળીઓનો વરસાદ વરસાવી હત્યા
ગોળીબારમાં ત્યાં હાજર શિખા નામની એક યુવતીને પણ ઈજા પહોંચી હતી. ઘાયલ યુવતીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે હિસાર ખસેડવામાં આવી

હિસાર: હરિયાણાના હાંસીમાં ફુવારા ચોક પાસે વહેલી સવારે વર્કઆઉટ સેશન દરમિયાન કપિલ નામના ૨૫ વર્ષીય જીમ માલિકની બાઈક પર આવેલા બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કરીને હત્યા કરી નાખી છે. હુમલાખોરોએ માત્ર ૫ સેકન્ડમાં ૧૦ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક યુવતી પણ ઘાયલ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. આ હત્યા પાછળ આંતરજ્ઞાતીય લગ્નની અદાવત હોવાની આશંકા સેવાઈ રહી છે.
મૂળ જીંદ જિલ્લાનો ૨૫ વર્ષીય યુવાન કપિલ છેલ્લા ૩ વર્ષથી હાંસીમાં પોતાનું ફિટનેસ સેન્ટર ચલાવતો હતો. વહેલી સવારે ૫ અને ૩૦ મિનિટે તે જીમની બહાર યુવક અને યુવતીઓને વોર્મ અપ સેશન કરાવી રહ્યો હતો. તે જ સમયે અચાનક બાઈક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ બેખોફ માત્ર ૫ સેકન્ડમાં જ ૧૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે કપિલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ અંધાધૂંધ ગોળીબારમાં ત્યાં હાજર શિખા નામની એક યુવતીને પણ ઈજા પહોંચી હતી. ઘાયલ યુવતીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે હિસાર ખસેડવામાં આવી છે.
કેટલાક અહેવાલો મુજબ, કપિલે તાજેતરમાં જ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હતા અને તેને લઈને તેને કેટલીક ધમકીઓ મળી રહી હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
