હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જાપાનમાં અભ્યાસ કરી ઉચ્ચ ડિગ્રી મેળવવાની અમૂલ્ય તક : સ્કૉલરશીપ સાથે અનેક સુવિધા મળશે: જાણો સંપૂર્ણ માહિતી
આ સ્કોલરશીપ મારફતે ભારતીય વિદ્યાર્થીઓ પાસે ઓછામાં ઓછી 17 જેટલી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો ઉત્તમ અવસર

નવી દિલ્હી : જાપાનની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માગો છો તો તમારી પાસે સ્કોલરશિપ સાથે અભ્યાસ કરવાની ઉત્તમ તક છે. ભારતીય વિદ્યાર્થીઓને એશિયન ડેવલપમેન્ટ બેંક-જાપાન સ્કોલરશિપ પ્રોગ્રામ એટલે કે ADB-JSP સ્કોલરશિપ માટે અરજી કરવાની તમારી પાસે ઉત્તમ તક છે. આ સ્કોલરશીપ મારફતે ભારતીય વિદ્યાર્થીઓ પાસે ઓછામાં ઓછી 17 જેટલી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની ઉત્તમ તક રહેલી છે. બસ આ માટે વિદ્યાર્થીઓએ એડમિશન સાઈકલમાં અરજી કરવાની રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ADB-JSP સ્કોલરશિપને એપ્રિલ 1988માં જાપાન સરકાર તરફથી સહાયતા પૂરી પાડીને લોંચ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ ADBના વિકાસશીલ દેશોથી આવતા વિદ્યાર્થીઓને ઈકોનોમિકસ, સાયન્સ અને ટેકનોલોજી,મેનેજમેન્ટ સાથે-સાથે ડેવલપમેન્ટ સંબંધિત ફિલ્ડમાં માસ્ટર્સ લેવલનો અભ્યાસ કરવા માટે ઉત્તમ તક આપવાનો હતો. આ સાથે અભ્યાસ પૂરો થઈ ગયા બાદ સ્કોલરશીપ મેળવનાર વિદ્યાર્થી દેશ પરત ફરીને આર્થિક અને સામાજીક વિકાસમાં મોટું યોગદાન આપી શકે છે.
આ સ્કોલરશપમાં કઈ બાબતને કવર કરવામાં આવે છે
- ટ્યુશન ફી સંપૂર્ણપણે માફ
- દર મહિને રહેવા તતા ભોજન માટે ભથ્થુ
- પુસ્તકો તથા અભ્યાસ સામગ્રી માટે ભથ્થા
- મેડકલ સંબંધિત ઈન્શ્યોરન્સ
- ટ્રાવેલ સંબંધિત ખર્ચ
- રિસર્ચ કરનાર વિદ્યાર્થીઓને થિસિસ તૈયાર કરવા ગ્રાન્ટ અપાય છે
ADB-JSP સ્કોલરશિપને લગતી કઈ શરતો રહેલી છે?
- અરજદાર ADB સભ્ય દેશના નાગરિક હોવા જોઈએ
- અરજદારે જાપાનની કોઈ યુનિવર્સિટીમાં માસ્ટર્સમાં એડમિશન મળેલ હોય.
- અરજદારનો સ્નાતકમાં શૈક્ષણિક રેકોર્ડ સારો હોવો જોઈએ.
- ગ્રેજ્યુએશન બાદ ઓછામાં ઓછા 2 વર્ષનો વર્ક એક્સપીરિસયન્સ જોવો જોઈએ.
- અરજદારે અંગ્રેજી ભાષામાં લખતા અને બોલતા આવડવું જોઈએ.
- આ સ્કોલરશિપ માટે ફક્ત 35 વર્ષથી ઓછી ઉંમરના લોકો જ અરજી કરી શકે છે.
- અરજદારે અભયાસ પૂરો કર્યાં બાદ ઓછામાં ઓછા 2 વર્ષ તેના ગૃહ દેશમાં કામ કરવાની પ્રતિબદ્ધતા આપવી પડશે.
જાપાનની કઈ યુનિવર્સિટી માટે સ્કોલરશિપ મળે છે?
- હિતોત્સુબાશી યુનિવર્સિટી
- જાપાનની આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી
- કીઓ યુનિવર્સિટી
- કોબે યુનિવર્સિટી
- ક્યોટો યુનિવર્સિટી
- ક્યુશુ યુનિવર્સિટી
- નાગાસાકી યુનિવર્સિટી
- નાગોયા યુનિવર્સિટી
- નેશનલ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોલિસી સ્ટડીઝ
- રિત્સુમેઇકન એશિયા પેસિફિક યુનિવર્સિટી
- રિત્સુમેઇકન યુનિવર્સિટી
- સૈતામા યુનિવર્સિટી
- ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ટોક્યો (અગાઉ ટોક્યો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી)
- યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ એડવાન્સ્ડ સ્ટડી ઓફ સસ્ટેનેબિલિટી
- ધ યુનિવર્સિટી ઓફ ટોક્યો
- તોહોકુ યુનિવર્સિટી
- યુનિવર્સિટી ઓફ ત્સુકુબા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
