હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેલિફોર્નિયામાં ૯૫૪ કરોડ રૂપિયાનું મોટું બેંકિગ કૌભાંડ
કૌભાંડે નાણાકીય જગત અને કોર્પોરેટ વર્તુળોને હચમચાવી દીધા : ભારતીય મૂળના ૪૪ વર્ષીય ગ્રીન કાર્ડ ધારક ફાઇનાન્સર મહેન્દ્ર માખીજાનીની ધરપકડ

કેલિફોર્નિયા,તા.૧૨: યુએસએમાં એક મોટું બેંકિગ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. તેણે નાણાકીય જગત અને કોર્પોરેટ વર્તુળોને હચમચાવી દીધા છે. ભારતીય મૂળના ૪૪ વર્ષીય ગ્રીન કાર્ડ ધારક ફાઇનાન્સર મહેન્દ્ર માખીજાનીની બુધવારે સવારે ન્યુપોર્ટ બીચ ખાતેના તેમના વૈભવી હવેલીમાંથી યુએસ બેંક સાથે ૯૫૪ કરોડ રૂપિયાની છેતરપિડી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
માખીજાની પર માત્ર શેલ કંપનીઓ અને નકલી વીમા દસ્તાવેજો દ્વારા બેંક સાથે છેતરપિડી કરવાનો જ નહીં, પરંતુ બેંક કર્મચારીઓને પોતાની જાળમાં ફસાવવા માટે પોર્નોગ્રાફિક મીડિયા અને ડ્રગ પાર્ટીઓનો ઉપયોગ કરવાનો અને સશષ ગુંડાઓની મદદથી મિલકતો જપ્ત કરવાનો પણ આરોપ છે.
કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના ફર્સ્ટ આસિસ્ટન્ટ યુએસ એટર્ની બિલાલ અસાયલીએ ફેડરલ ફોજદારી ફરિયાદના આધારે ધરપકડની સત્તાવાર પુષ્ટિ કરી. કોર્ટના દસ્તાવેજો અને ત્ય્લ્ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશનના કાર્યકારી સ્પેશિયલ એજન્ટ ડેરેન લિયનના સત્તાવાર નિવેદન અનુસાર, માખીજાની કેન્ટોર ગ્રુપ sLC નામની કંપની ચલાવે છે. બેંકે આ કંપનીને રિયલ એસ્ટેટ લોન માટે રૂ.૯૫૪ કરોડ એડવાન્સ આપ્યા હતા. માખીજાનીએ સપ્ટેમ્બર ૨૦૨૪ અને એપ્રિલ ૨૦૨૫ વચ્ચે શેલ કંપનીઓનું નેટવર્ક બનાવીને અને ટાઇટલ વીમા પોલિસીમાં હેરાફેરી કરીને બેંકની માહિતી ખોટી રીતે રજૂ કરી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
