<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

નૈનીતાલના રસ્‍તાઓ પર જાદુ દેખાડતા ટેલેન્‍ટેડ બાળક સાહિલની મદદ માટે આગળ આવ્‍યા ઉદ્યોગપતિ આનંદ મહિન્‍દ્રા

નવી દિલ્‍હી : મશહૂર ઉદ્યોગપતિ અને મહિન્‍દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્‍દ્રા હંમેશા સોશિયલ મીડિયા પર અદભુત પ્રતિભાઓને પ્રોત્‍સાહન આપવા અને જરૂરિયાતમંદોની મદદ કરવા માટે જાણીતા છે. હાલમાં જ તેમણે પોતાના સત્તાવાર X (અગાઉ ટ્‍વિટર) એકાઉન્‍ટ પર એક પોસ્‍ટ શેર કરી છે, જેમાં તેમણે નૈનીતાલના રસ્‍તાઓ પર કામ કરતા એક બાળકની અદભુત પ્રતિભાના ખૂબ વખાણ કર્યા છે.

આનંદ મહિન્‍દ્રાએ બાળકના જાદુના ખેલથી પ્રભાવિત થઈને પોતાની પોસ્‍ટમાં લખ્‍યું છે કે, ૅઆ છોકરો ખૂબ જ ટેલેન્‍ટેડ છે. શું તે હજુ પણ નૈનીતાલના રસ્‍તાઓ પર કામ કરી રહ્યો છે? હું માત્ર તેના અભ્‍યાસમાં જ મદદ કરવા માંગતો નથી, પરંતુ જાદુ પ્રત્‍યેની તેની રુચિને પણ પ્રોત્‍સાહન આપવા માંગુ છું. શા માટે તે દુનિયાના શ્રેષ્ઠ જાદુગરોમાંથી એક ન બની શકે?ૅ

આ સાથે જ તેમણે નેટીઝન્‍સ અને સોશિયલ મીડિયા યુઝર્સને અપીલ કરી છે કે જો કોઈ આ બાળક અને તેના માતા-પિતા વિશે જાણતું હોય, તો તેમને સંપર્ક કરવામાં મદદ કરે. નોંધનીય છે કે, આનંદ મહિન્‍દ્રાએ શેર કરેલા આ મૂળ વિડીયો માટે યુઝર @Murti_Nainને ક્રેડિટ પણ આપી છે. મહિન્‍દ્રાની આ પોસ્‍ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકો તેમના આ ઉમદા વિચારની ભારે પ્રશંસા કરી રહ્યા છે

(11:07 AM IST)