<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

અમદાવાદની એ કાળમુખી દુર્ઘટના અંગે સુપ્રીમમાં સોમવારે સુનાવણીની સંભાવના

રાજકોટઃ અમદાવાદની વિમાન દુર્ઘટના કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવે તેની પૂરી સંભાવના છે. આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્‍યમંત્રી  વિજયભાઈ રૂપાણી સહિત લગભગ ૨૫૦ લોકોના મૃત્‍યુ થયા હતા. આ ઘટનાને ૧ વર્ષ પૂર્ણ થયું છે.

મૃતક પાયલોટના પિતાએ સુપ્રિમમાં રિટ દાખલ કરી સ્‍વતંત્ર તપાસની માંગણી કરી છે. તેમણે એવી રજુઆત કરી છે કે તેમના પાયલોટ પુત્રને જાણી જોઈને બદનામ કરવામાં આવી રહેલ છે. એવું સતત કહેવાયું છે કે પાયલોટની ભુલને કારણે આ સમગ્ર દુર્ઘટના સર્જાઈ હતી. કોર્ટે એ.એ.આઈ.બી પાસેથી સ્‍ટેટસ રિપોર્ટ મંગાવ્‍યો છે. અગાઉ કોર્ટે આ બારામાં ત્રણ અઠવાડિયાનો સમય પણ આપ્‍યો હતો. જો કે એ.એ.આઈ.બીએ હજુ સુધી આ સ્‍ટેટસ રિપોર્ટ રજૂ કર્યો નથી. કોર્ટે હજુ સુધી પાઈલોટ પિતાની માંગણી ઉપર કોઈ નિર્ણય લીધો નથી. એએઆઈબીએ કોર્ટ સમક્ષ કહેલ કે તેમના અહેવાલમાં પાયલોટ ઉપર કોઈ ટિપ્‍પણી કરવામાં આવી નથી અને અંતિમ રીપોર્ટ બાકી છે. 

(11:40 AM IST)