<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

ગોલ્‍ડ મેડલ જીતનાર જસપાલ રાણાનું નિધન

જસપાલ રાણાના નિધનથી રમત જગતમાં શોક છવાઈ ગયો છે ભારતીય શૂટિંગ કોચ જસપાલ રાણાનું શુક્રવારે અવસાન થયું. તેઓ ૪૯ વર્ષના હતા

નવી દિલ્‍હી,તા.૧૨: ભારતના પ્રખ્‍યાત શૂટિગ કોચ અને એશિયન ગેમ્‍સના ભૂતપૂર્વ ગોલ્‍ડ મેડલ વિજેતા જસપાલ રાણાનું શુક્રવારે ૪૯ વર્ષની વયે અવસાન થયું. રાણાએ ભારતના પિસ્‍તોલ શૂટર્સ માટે ઉચ્‍ચ-પ્રદર્શન કોચ તરીકે સેવા આપી હતી. એવું જાણવા મળ્‍યું છે કે મ્‍યુનિકમા ISSF વર્લ્‍ડ કપમાંથી ભારત પરત ફરતી વખતે તેમની તબિયત ખરાબ લાગી હતી.

અહેવાલો અનુસાર, નવી દિલ્‍હી પહોંચ્‍યા પછી રાણાને સાકેતની મેક્‍સ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્‍ડિયા (NRAI) એ જસપાલ રાણાના નિધનની પુષ્ટિ કરી છે.

રાણાનું નિધન ભારતીય શૂટિગ માટે મોટો ફટકો છે. રાણાએ ત્રણ દાયકાથી વધુ સમય સુધી રમતમાં સેવા આપી, ખેલાડી અને કોચ બંને તરીકે વિશિષ્ટતા સાથે સેવા આપી.

(11:57 AM IST)