<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

બુલિયન માર્કેટમાં પુનઃ તેજીઃ ચાંદીમાં ૪૦૦૦ રૂા. અને સોનામાં ૧૦૦૦ રૂા.નો ઉછાળો

હાજરમાં ચાંદી ૧ કિલોના ભાવ વધીને ૨,૪૨,૦૦૦ રૂા. અને સોનાના ભાવ ૧,૫૧,૦૦૦ રૂા. થયા

રાજકોટ તા.૧૨: બુલિયન માર્કેટમાં કડાકા બાદ આજે ફરી તેજી જોવા મળી હતી. ચાંદીમાં ૪,૦૦૦ રૂા. અને સોનામાં ૧,૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો.

બુલિયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને કારણે સ્‍થાનીક બજારમાં આજે ચાંદીમાં ૪,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ૨,૩૮,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૨,૪૨,૦૦૦ રૂા. થઇ ગયા છે. અમેરીકા અને ઇરાન વચ્‍ચે યુધ્‍ધ વિરામની શકયતાએ ભાવમાં ઉછાળો થયો છે.

ચાંદીની સાથે સોનામાં પણ ૧,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. બુલિયન માર્કેટમાં ડોલરમાં તેજીના પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૧,૦૦૦ રૂા.નો ઉછાળો થતા સોનુ સ્‍ટાર્ન્‍ડડ (૧૦ ગ્રામ)નો ભાવ ગઇકાલે ૧,૫૦,૦૦૦ રૂા. હતો તે વધીને આજે ૧,૫૧,૦૦૦ રૂા. થઇ ગયા છે. સોનાના બિસ્‍કીટમાં ૧૦,૦૦૦ રૂા. વધ્‍યા  છે. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૫,૦૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૫,૧૦,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે.

અમેરીકા અને ઇરાન વચ્‍ચે યુધ્‍ધ ફાટી નીકળતા છેલ્લા એક સપ્‍તાહમાં ચાંદીમાં ૩૦,૦૦૦ રૂા.નું અને સોનામાં ૧૦,૦૦૦ રૂા.નું ગાબડુ પડયુ હતું. યુધ્‍ધ વિરામની શકયતાએ બન્ને કિમંતી ધાતુઓમાં આજે ફરી ઉછાળો થયો હતો.

(3:31 PM IST)