<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

નરેન્‍દ્રભાઇ મોદી આવતીકાલથી ૫ દિવસ યુરોપની યાત્રા ઉપર : ફ્રાન્‍સ (નીસ) અને સ્‍લોવાકિયાની લેશે મુલાકાત : જી-૭ શિખર બેઠકમાં પણ ભાગ લેશે

વડાપ્રધાન બન્‍યા બાદ નરેન્‍દ્રભાઈની ફ્રાન્‍સની આ છઠ્ઠી મુલાકાત, ઇમેન્‍યુઅલ મેક્રોન સાથે નરેન્‍દ્રભાઇના નજીકના સંબંધ, વિશ્વ નેતાઓ સાથે યોજશે દ્વિપક્ષીય બેઠક, સ્‍લોવાકિયાના હાલના પ્રધાનમંત્રી છે રોબર્ટ ફિકો,૧૯૯૩ બાદ પ્રથમ વખત કોઈ ભારતીય વડાપ્રધાન મુલાકાતે જઈ રહ્યા છે,નરેન્‍દ્રભાઇ મોદી સ્‍લોવાકિયાની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે

(જીતેન્‍દ્ર રૂપારેલિયા..) વાપી : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી આવતીકાલ થી ૫ દિવસ યુરોપની યાત્રા ઉપર જઈ રહ્યા છે, ૧૩મી જુનથી ૧૮મી જુન દરમ્‍યાન તેવો ફ્રાંસ ( નિસ ) અને સ્‍લોવાકીયાની મુલાકાત લેશે અને જી-૭ શિખર બેઠકમાં વિશેષ આમંત્રિત તરીકે ભાગ લેશે.

મળતી માહિતી અનુસાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર ભાઈ મોદીના આ પ્રવાસને વિગતવાર જોઈએ તો, ૧૩ જૂન, શનિવારે નરેન્‍દ્રભાઈ ફ્રાન્‍સ પહોંચશે. ફ્રાન્‍સની સત્તાવાર મુલાકાત શરૂ, રાષ્‍ટ્રપતિ ઇમેન્‍યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક, સંરક્ષણ, વેપાર, AI, પરમાણુ ઊર્જા અને વ્‍યૂહાત્‍મક ભાગીદારી અંગે ચર્ચા થવાની શકયતા.

૧૪ જૂન રવિવાર : સ્‍લોવાકિયા, બ્રાતિસ્‍લાવા ખાતે આગમન. સ્‍લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકોના આમંત્રણ પર સત્તાવાર કાર્યક્રમ, રાષ્‍ટ્રપતિ સાથે મુલાકાત અને ગાર્ડ ઓફ ઓનર, વેપાર અને ટેકનોલોજી સહકાર અંગે ચર્ચા.

૧૫ જૂન  સોમવાર :  ફ્રાન્‍સ (Évian-les-Bains) G7 સમિટનો પ્રથમ દિવસ, વિશ્વ નેતાઓ સાથે બેઠક. વૈશ્વિક અર્થતંત્ર, ઊર્જા સુરક્ષા અને જીઓ પોલિટિકલ મુદ્દા ઓ પર થશે ચર્ચા.

૧૬ જૂન મંગળવાર : G7 સમિટ દ્વિપક્ષીય બેઠકો, અમેરિકાના અગ્રણીઓ સાથે મુલાકાત થવાની સંભાવના , વેપાર, એચ ૧ બી વિઝા અને ઊર્જા સહકાર જેવા મુદ્દાઓ ચર્ચાઈ શકે છે.

૧૭ જૂન બુધવાર : G7 સમિટનો અંતિમ દિવસઅન્‍ય દેશોના નેતાઓ સાથે અલગ બેઠકો, સંયુક્‍ત નિવેદનો અને સમાપન કાર્યક્રમ.

૧૮ જૂન ગુરુવાર : પ્રવાસ પૂર્ણ કરીને નરેન્‍દ્ર ભાઈ ભારત પરત ફરશે.

નરેન્‍દ્ર ભાઈ ની ફ્રાન્‍સની આ મુલાકાત માત્ર ઔપચારિક નથી, પરંતુ ભારત માટે ઘણા વ્‍યૂહાત્‍મક અને આર્થિક હેતુઓ ધરાવે છે. મુખ્‍ય ઉદ્દેશ્‍યો જોઈએ તો,

૧. સંરક્ષણ  સહયોગ મજબૂત કરવો, રાફેલ વિમાનો, સ્‍કોર્પિન સબમરીન અને મિસાઈલ ટેક્રોલોજી જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવો, તેમજ ‘મેક ઈન ઇન્‍ડિયા' હેઠળ સંયુક્‍ત ઉત્‍પાદન અને નવી ટેકનોલોજી મેળવવાની દિશામાં આગળ વધવું.

૨. એ આઈ અને ટેક્રોલોજીમાં ભાગીદારી, ફ્રાન્‍સમાં યોજાનારા ‘વિવા ટેક ૨૦૨૬'માં ભારત સતાવાર ભાગીદાર દેશ છે. ભારત પોતાની એ આઈ,  સ્‍ટાર્ટઅપ અને ડિજિટલ ક્ષમતાઓ વિશ્વ સમક્ષ રજૂ કરીને રોકાણ આકર્ષવા માંગે છે.

 ૩. વેપાર અને રોકાણ વધારવા ફ્રેન્‍ચ કંપનીઓને ભારતમાં વધુ રોકાણ માટે પ્રોત્‍સાહિત કરવું. ૨૦૪૭ના રોડ મેપ મુજબ બંને દેશો વચ્‍ચે વેપાર અને ઔદ્યોગિક સહકાર વધારવાનો પ્રયાસ છે.

 ૪. યુરોપમાં ભારતનો પ્રભાવ વધારવો, ફ્રાન્‍સ યુરોપમાં ભારતનો સૌથી નજીકનો વ્‍યૂહાત્‍મક ભાગીદાર છે. ભારત યુરોપિયન દેશો સાથેના સંબંધો મજબૂત કરીને ચીન પરની નિર્ભરતા ઘટાડવા અને વૈશ્વિક સ્‍તરે પોતાનું સ્‍થાન વધુ મજબૂત કરવા માંગે છે.

 ૫. સ્‍વચ્‍છ ઊર્જા અને પરમાણુ સહકાર, પરમાણુ ઊર્જા, ગ્રીન હાઈડ્રોજન અને સ્‍વચ્‍છ ઊર્જા ક્ષેત્રમાં નવા સહયોગ અને રોકાણની શકયતાઓ શોધવી.

 ૬. G7 સમિટ દ્વારા વૈશ્વિક નેતાઓ સાથે સંપર્ક, અમેરિકાના રાષ્‍ટ્રપતિ, યુરોપિયન નેતાઓ અને અન્‍ય દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો, વેપાર, વૈશ્વિક સુરક્ષા, ઇન્‍ડો- પેસિફિક અને મધ્‍યપૂર્વ જેવા મુદ્દાઓ પર ભારતનું મંતવ્‍ય રજૂ કરવું.

એક વાકય માં કહીએ તો, ફ્રાન્‍સની મુલાકાતનો મુખ્‍ય હેતુ છે ......

સંરક્ષણ,  એઆઈ વેપાર, રોકાણ, ઊર્જા અને વૈશ્વિક રાજકારણમાં ભારતની સ્‍થિતિ વધુ મજબૂત બનાવવી. ફ્રાન્‍સ હાલમાં ભારતના સૌથી વિશ્વસનીય વ્‍યૂહાત્‍મક ભાગીદારોમાંનું એક ગણાય છે.

ફ્રાન્‍સના હાલમાં  રાષ્‍ટ્રપતિ ઇમેન્‍યુઅલ મેક્રોન છે. તેઓ પ્રથમ વખત ૧૪ મે ૨૦૧૭ના રોજ પદ પર આવ્‍યા હતા અને ૨૪ એપ્રિલ ૨૦૨૨ની ચૂંટણી જીત્‍યા પછી ૭ મે ૨૦૨૨થી બીજા કાર્યકાળમાં કાર્યરત છે, નરેન્‍દ્રભાઇ સાથે તેમના  સંબંધો સારા અને નજીકના  હોવાનું કહેવાય છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી  ૨૦૧૪માં વડાપ્રધાન બન્‍યા ત્‍યારથી અત્‍યાર સુધીમાં ફ્રાન્‍સની કુલ ૫  સત્તાવાર મુલાકાતો કરી ચૂકયા છે. આવો આપણે એ મુલાકાતને સમજીએ,

 ૧. એપ્રિલ ૨૦૧૫ , પ્રથમ ફ્રાન્‍સ પ્રવાસ, તારીખ : ૯-૧૨ એપ્રિલ ૨૦૧૫ આ પ્રવાસ વેળાએ રાષ્‍ટ્રપતિ François Hollande સાથે મુલાકાત. ભારત માટે ૩૬ રાફેલ  લડાકૂ વિમાનો ખરીદવાનો મહત્‍વપૂર્ણ નિર્ણય, અરેવા અને જૈતાપુર ન્‍યુક્‍લિયર પ્રોજેક્‍ટ  અંગે ચર્ચા, ઉપરાંત યુનેસ્‍કો ખાતે ભાષણ, મહત્‍વનું મેક ઈન ઇન્‍ડિયા માટે રોકાણ આકર્ષવા પર ભાર, સંરક્ષણ ક્ષેત્રમાં પણ ભારત-ફ્રાન્‍સ સહકારને નવી ઊંચાઈ મળી.

બીજી મુલાકાત

૨. નવેમ્‍બર ૨૦૧૫ , COP-૨૧ પેરિસ ક્‍લાઈમેટ સમિટ જેમાં મુખ્‍ય વિશ્વ હવામાન પરિષદ (COP-૨૧)માં ભાગ લીધો. રાષ્‍ટ્રપતિ Hollande સાથે મળીને  ઇન્‍ટરનેશનલ સોલર એલિયન્‍સની સ્‍થાપના કરી. ભારતને વૈશ્વિક ગ્રીન એનર્જી નેતા તરીકે નવી ઓળખ મળી. આઈએસએ  આજે ૧૦૦ થી વધુ દેશોનું સંગઠન બની ગયું છે.

ત્‍યાર બાદ ત્રીજી મુલાકાતે

૩. ઓગસ્‍ટ ૨૦૧૯ , G-7 સમિટ

સ્‍થળ : Biarritz જેમે મુખ્‍ય રાષ્‍ટ્રપતિ Emmanuel Macronના વિશેષ આમંત્રણ પર હાજરી આપી હતી. કાશ્‍મીર, વેપાર, આતંકવાદ, આબોહવા પરિવર્તન સહિતના મુદ્દાઓ પર ચર્ચા. Macron સાથે દ્વિપક્ષીય બેઠક, G-7 બહારના દેશ હોવા છતાં ભારતને વિશેષ આમંત્રણ મળ્‍યું. બંને નેતાઓ વચ્‍ચે વ્‍યક્‍તિગત મિત્રતા વધુ મજબૂત બની.

ચોથી મુલાકાત

૪. જુલાઈ ૨૦૨૩ , બાસ્‍ટીલ ડે પરેડ, ૧૩-૧૪ જુલાઈ ૨૦૨૩ ઐતિહાસિક વિશેષતા મોદીજી ફ્રાન્‍સના રાષ્‍ટ્રીય દિવસના મુખ્‍ય અતિથિ બન્‍યા, ભારતીય સેનાના ત્રિ-સેવા દળે પરેડમાં ભાગ લીધો. મોદીજીને ફ્રાન્‍સનો સર્વોચ્‍ચ સન્‍માન ગ્રાન્‍ડ ક્રોસ ઓફ ધ લીજીઓન ઓફ ઓનર એનાયત કરવામાં આવ્‍યો. ભારત-ફ્રાન્‍સ વ્‍યૂહાત્‍મક ભાગીદારીના ૨૫ વર્ષ પૂર્ણ થયા.

પાંચમી મુલાકાત

૫. ફેબ્રુઆરી ૨૦૨૫ : ૧૦-૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ જેમાં મુખ્‍ય એઆઈ એક્‍સન સમિટની સહ-અધ્‍યક્ષતા, પેરિસ Marseille અને માં વિવિધ કાર્યક્રમા, તેમજ ટેકનોલોજી અને ઇનોવેશન ક્ષેત્રમાં ૧૦ નવા કરારો. ન્‍યુક્‍લિયર એનર્જી, પર્યાવરણ અને લોકો વચ્‍ચેના સંબંધો મજબૂત બનાવવા નવા પગલાં લેવામાં આવ્‍યા.

અને હવે છઠી મુલાકાતે આવતીકાલે ૧૩ મી જુન ૨૦૨૬ ના રોજ જઈ રહ્યા છે.

ફ્રાન્‍સ ઉપરાંત નરેન્‍દ્રભાઈ સ્‍લોવાકિયા પણ જઈ રહ્યા છે. જયપુર કરતાં પણ ઓછી વસ્‍તી ધરાવતા સ્‍લોવાકિયા કેમ જઈ રહ્યા છે મોદી....?

૩૩ વર્ષ પછીના પ્રવાસ પાછળનું આ છે મોટું સિક્રેટ.....??

સ્‍લોવાકિયા ભલે નાનો દેશ હોય, પરંતુ યુરોપની ઓટો ઇન્‍ડસ્‍ટ્રી, પરમાણુ ઊર્જા ક્ષમતા, EU સભ્‍યપદ અને સંરક્ષણ ક્ષેત્રમાં તેના મહત્‍વના કારણે તેનું સ્‍ટેટેજિક  મૂલ્‍ય ઘણું મોટું છે.

આ જ કારણ છે કે ૩૩ વર્ષ પછી થઈ રહેલી કોઈ ભારતીય વડાપ્રધાનની આ પહેલી સ્‍લોવાકિયા મુલાકાતને ભારતની યુરોપ નીતિમાં એક મહત્‍વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

૧૯૯૩ માં સ્‍લોવાકિયાની આઝાદી પછી કોઈ ભારતીય વડાપ્રધાનની આ પહેલી મુલાકાત હશે.

સ્‍લોવાકિયાની મુલાકાતથી ભારતને ઘણા વ્‍યૂહાત્‍મક અને આર્થિક ફાયદા થઈ શકે છે,

રક્ષા ક્ષેત્રમાં સહયોગ : સ્‍લોવાકિયા પાસે હથિયાર અને સંરક્ષણ ટેકનોલોજીનો અનુભવ છે. બંને દેશો વચ્‍ચે રક્ષા સાધનોના ઉત્‍પાદન અને ટેકનોલોજી ટ્રાન્‍સફર અંગે સહકાર વધી શકે છે.

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં રોકાણ, સ્‍લોવાકિયા વિશ્વ માં પ્રતિ વ્‍યક્‍તિ સૌથી વધુ કાર ઉત્‍પાદન કરનારા દેશોમાંનો એક છે. ભારતમાં ઓટો અને ઈલેક્‍ટ્રિક વાહન ક્ષેત્રમાં રોકાણ અને ટેકિનકલ સહકાર વધવાની શકયતા છે.

પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં સહયોગ : સ્‍લોવાકિયા પાસે પરમાણુ ઊર્જા ક્ષેત્રનો સારો અનુભવ છે,  ભારતને સ્‍વચ્‍છ ઊર્જા અને ન્‍યૂક્‍લિયર ટેક્રોલોજી સંબંધિત સહકાર મળી શકે છે.

યુરોપિયન યુનિયન (EU) સાથે સંબંધો મજબૂત કરવાનું દ્વાર : સ્‍લોવાકિયા EU અને NATOનો સભ્‍ય દેશ છે. તેની સાથેના સારા સંબંધો ભારતને સમગ્ર યુરોપમાં વેપાર અને રાજદ્વારી સંબંધો મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે છે.

વેપાર અને રોકાણમાં વધારો : બંને દેશો વચ્‍ચે IT, ફાર્મા, એન્‍જિનિયરિંગ, કળષિ અને સ્‍ટાર્ટઅપ ક્ષેત્રમાં વેપાર અને રોકાણ વધારવાની તકો ઊભી થઈ શકે છે.

ભૌગોલિક મહત્‍વ જોઈએ તો મધ્‍ય યુરોપમાં સ્‍લોવાકિયા એક મહત્‍વપૂર્ણ સ્‍થાન ધરાવે છે, તેની સાથેની ભાગીદારી ભારતની યુરોપ નીતિને વધુ મજબૂત બનાવી શકે છે એટલે કે આ મુલાકાતનો મુખ્‍ય હેતુ માત્ર એક નાના દેશ સાથે સંબંધ વધારવાનો નથી, પરંતુ યુરોપમાં ભારતની આર્થિક, ટેકનોલોજીકલ અને વ્‍યૂહાત્‍મક હાજરીને વધુ મજબૂત બનાવવાનો છે. 

(2:28 PM IST)