<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

ટ્રમ્‍પનાં એલાનથી શેરબજાર રોકેટગતિએ ઉછળ્‍યું: બપોરે સેન્‍સેક્‍સ ૧૩૦૦ પોઈન્‍ટ અપ

નીફટી પણ ૨૩૫૦૦ ઉપરઃબેન્‍કીંગ શેર્સ ઉછળ્‍યા

મુંબઈ,તા.૧૨: શુક્રવાર, અઠવાડિયાનો છેલ્‍લો ટ્રેડિગ દિવસ, શેરબજારના રોકાણકારો માટે ખૂબ જ સારો સાબિત થઈ રહ્યો છે. બોમ્‍બે સ્‍ટોક એક્‍સચેન્‍જના ૩૦ શેરવાળા સેન્‍સેક્‍સ ૧૩૦૦ વધુ ઉછળ્‍યો, જ્‍યારે નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જના નિફટી ઇન્‍ડેક્‍સમાં પણ જોરદાર તેજી જોવા મળી. બજારમાં તેજી પાછળનું સૌથી મોટું કારણ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના સંકેતને આભારી છે. ખરેખર, તેમણે ફરી એકવાર હોર્મુઝ સ્‍ટ્રેટના નિકટવર્તી ખુલવાની હાકલ કરી, જેના પગલે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ અચાનક ઘટી ગયા.

બપોરે આ લખાય છે ત્‍યારે સેન્‍સેક્‍સ ૧૩૦૩ પોઈન્‍ટ વધીને ૭૫૧૩૬ તો નીફટી ૩૫૯ વધીને ૨૩૫૨૦ ઉપર ટ્રેક કરી રહેલ છે. બેન્‍કીંગ અને ફાય.સેક્‍ટરના શેર્સ વધુ ઉછળ્‍યા છે.

શેરબજાર ઉછળતા રોકાણકારોની સંપતિમાં ૮ થી ૧૦ લાખ કરોડનો વધારો નોંધાયો છે. રિયલ્‍ટી-મેટલના શેર્સ પણ ઉછળ્‍યા છે.

(2:37 PM IST)