હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારત-અમેરિકા વચ્ચે ભારે રાજદ્વારી તણાવ: ભારતીય નાવિકો પરના હુમલા મામલે વિદેશ મંત્રાલયે અમેરિકી રાજદૂતને એક જ અઠવાડિયામાં બીજી વાર ફટકાર્યું સમન્સ
ઓમાનના દરિયાકાંઠે અમેરિકી નૌકાદળની જોહુકમી સામે નવી દિલ્હી લાલઘૂમ; ૩ ભારતીયોના મોત બાદ મોદી સરકારે અમેરિકા સમક્ષ આંતરરાષ્ટ્રીય નિયમોની સુરક્ષા અંગે વ્યક્ત કર્યો આકરો વિરોધ

નવી દિલ્હી, તા. ૧૨ જૂન: ભારત અને અમેરિકા જેવા બે મજબૂત વૈશ્વિક મિત્ર દેશો વચ્ચે હાલમાં રાજદ્વારી સ્તરે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ઓમાનના દરિયાકાંઠે વ્યાપારી જહાજો પર થઈ રહેલા હુમલા અને તેમાં ભારતીય નાગરિકોના જીવ જોખમમાં મુકાવાને કારણે ભારતના વિદેશ મંત્રાલયે (MEA) અત્યંત આકરો વલણ અપનાવ્યું છે. નવી દિલ્હીએ ભારતીય નાવિકોની સુરક્ષા પર ગંભીર ચિંતા વ્યક્ત કરીને ઔપચારિક વિરોધ નોંધાવવા માટે એક જ સપ્તાહમાં બીજી વખત અમેરિકાના ચાર્જ ડી અફેર્સ (US Chargé d'Affairs) જેસન મીક્સને વિદેશ મંત્રાલયમાં સમન્સ પાઠવીને હાજર થવા આદેશ આપ્યો હતો.
આ સમગ્ર રાજદ્વારી વિવાદ ઓમાનના અખાતમાં ગિની-બિસાઉના ધ્વજવાળા તેલ ટેન્કર 'એમટી જલવીર' (MT Jalveer) સાથે બનેલી એક ગંભીર ઘટના બાદ શરૂ થયો છે. આ જહાજમાં ૨૦ ભારતીય નાવિકો સવાર હતા. અહેવાલો અનુસાર, અમેરિકી નૌકાદળ (US Navy) દ્વારા આ જહાજને નિશાન બનાવવામાં આવ્યું હતું. અમેરિકાએ દાવો કર્યો છે કે આ ઓઇલ ટેન્કર તે વિસ્તારમાં ઈરાન સામે લાદવામાં આવેલી નાકાબંધીના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. જોકે, ભારતે વ્યાપારી જહાજો પર આવા સૈન્ય એક્શન સામે સખત વાંધો ઉઠાવ્યો છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં મુક્ત માર્ગની ભારતે કરી જોરદાર માંગ
આ ઘટનાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરતાં વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં અમેરિકાને જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સમુદ્રી કાયદા અનુસાર હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી વ્યાપારી જહાજોનો માર્ગ અવિરત અને સંપૂર્ણપણે સુરક્ષિત હોવો જોઈએ. મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે વાણિજ્યિક શિપિંગની સલામતી સુનિશ્ચિત કરવી એ વૈશ્વિક અર્થતંત્ર માટે અનિવાર્ય છે.
વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, "હોર્મુઝ સ્ટ્રેટમાં નેવિગેશનની આઝાદી અંગે ભારતનું વલણ હંમેશાં સ્પષ્ટ અને અડગ રહ્યું છે. અમે આ વિસ્તારમાં કોઈપણ અવરોધ વિના અને સલામત અવરજવર ઈચ્છીએ છીએ. ભારતીય નાગરિકોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે આ મુદ્દાને તમામ રાજદ્વારી ચેનલો દ્વારા ખૂબ જ મજબૂતાઈથી ઉઠાવી રહ્યા છીએ."
અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીયોના મોતના અહેવાલ
મળતી વિગતો મુજબ, છેલ્લા એક અઠવાડિયામાં અમેરિકી નૌકાદળ દ્વારા પલાઉના ધ્વજવાળા 'એમટી મેરીવેક્સ' અને 'એમટી સેટેબેલો' સહિત ત્રણ મોટા વાણિજ્યિક જહાજોને દરિયામાં જ રોકીને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે. આ શ્રેણીબદ્ધ હિંસક સૈન્ય ઘટનાઓમાં કથિત રીતે ત્રણ ભારતીય નાવિકોના કરુણ મોત નીપજ્યા હોવાના અહેવાલ છે. આ મોતના સમાચાર વહેતા થતાં જ નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરે ખળભળાટ મચી ગયો છે. ભારત સરકારે સાફ કરી દીધું છે કે વૈશ્વિક વિવાદોની આડમાં નિર્દોષ ભારતીય સમુદ્રી નાવિકોનો ભોગ ન લેવાવો જોઈએ. આ મામલે હવે વૈશ્વિક સમુદાયની નજર ભારત અને અમેરિકાના આગામી કદમ પર ટકેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
