હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પીઓકેમાં પાકિસ્તાની સેનાનો નવો આતંક: 'કલમ ૫૬' લાગુ કરવાની ધમકી આપી લોકશાહીનું ગળું દબાવવા કારસો
મોંઘા લોટ અને વીજળી સામે બળવો કરી રહેલા કાશ્મીરીઓ પર સેના અને શાહબાઝ સરકારનું આખરી અલ્ટીમેટમ : ભારતે કલમ ૩૭૦ હટાવી વિકાસના દ્વાર ખોલ્યા જ્યારે પાકિસ્તાન 'કલમ ૫૬' ના શેતાની સંસ્કરણથી પીઓકેની સ્વતંત્રતા છીનવવા તત્પર

ઇસ્લામાબાદ: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં મૂળભૂત અધિકારો, સસ્તા લોટ અને વીજળીના વાજબી દરો માટે મહિનાઓથી ચાલી રહેલું જનઆંદોલન હવે અત્યંત હિંસક અને નિર્ણાયક વળાંક પર પહોંચી ગયું છે. પ્રદર્શનકારી સંગઠન 'સંયુક્ત આવામી કાર્યવાહી સમિતિ' (JAAC) ના મનોબળને તોડવા માટે ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને શાહબાઝ સરકારે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી છે. પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવા છતાં જ્યારે જનતાનો આક્રોશ શાંત ન થયો, ત્યારે પાકિસ્તાની સેનાએ આંદોલનકારીઓને પોતાની તમામ શરતો માનવા અથવા વચગાળાના બંધારણની કઠોર 'કલમ ૫૬' નો સામનો કરવા માટે ખુલ્લી ધમકી આપી છે. આ કાયદો લાગુ કરીને પાકિસ્તાન આ વિસ્તારની રહીસહી સ્વાયત્તતાને હંમેશા માટે દફનાવી દેવા માંગે છે.
સંરક્ષણ નિષ્ણાતો પાકિસ્તાનની આ કલમ ૫૬ ને ભારતના ભૂતકાળના બંધારણની કલમ ૩૭૦ નું 'શેતાની સંસ્કરણ' ગણાવી રહ્યા છે. ઇસ્લામાબાદના શાસકોને અમર્યાદિત અને મનસ્વી સત્તા આપતો આ કાળો કાયદો પીઓકેની સ્થાનિક મુઝફ્ફરાબાદ સરકારની બહુમતીને સંપૂર્ણપણે નજરઅંદાજ કરીને તમામ કારોબારી સત્તા સીધી પાકિસ્તાનના વડા પ્રધાનના અંગૂઠા હેઠળ લાવી દે છે. જ્યાં ભારત સરકારે ૨૦૧૯ માં કલમ ૩૭૦ રદ કરીને કાશ્મીરી જનતાને દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડીને વિકાસ, રોજગાર અને આતંકવાદ મુક્ત વાતાવરણની ભેટ આપી હતી, તેનાથી તદ્દન વિપરીત પાકિસ્તાન પોતાની કલમ ૫૬ નો ઉપયોગ સ્થાનિક કાશ્મીરીઓનો અવાજ કચડી નાખવા અને તેમને ગુલામ બનાવી રાખવા માટે કરી રહ્યું છે.
આ લોહિયાળ બળવાની આગને ઓલવવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે થતી થૂ-થૂમાંથી બચવા માટે પાકિસ્તાની પ્રશાસને બંધ બારણે વાતચીતનો ઢોંગ શરૂ કર્યો છે. આ વ્યૂહરચના હેઠળ પાકિસ્તાનના તમામ મોટા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓનું એક ઉચ્ચ સ્તરીય મંડળ મુઝફ્ફરાબાદ મોકલવાની યોજના છે, જે સરકાર દ્વારા 'પ્રતિબંધિત' ન હોય તેવા સ્થાનિક નેતાઓ સાથે વાટાઘાટોનું નાટક કરશે. આ પ્રપંચનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રદર્શનકારીઓ વચ્ચે આંતરિક વિભાજન ઊભું કરવાનો અને આંદોલનને નબળું પાડીને પીઓકે પર પાકિસ્તાનનો સરમુખત્યારશાહી કબજો વધુ મજબૂત કરવાનો છે, જેના કારણે સરહદ પાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
