<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

અમેરિકા અને ઇરાન વચ્ચે પરમાણુ કરાર મુદ્દે ફરી ભારે વિવાદ: ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના દાવાઓને સંપૂર્ણપણે ફગાવ્યા: ઇરાને શરતો લીક કરી ખોટી અફવાઓ ફેલાવી હોવાનો ટ્રમ્પનો આક્ષેપ

હજુ સુધી કોઈ જ અંતિમ નિર્ણય લેવાયો નથી: ઈરાનના આ ઇનકાર બાદ ભડકેલા ટ્રમ્પે ઈરાની મીડિયાને 'બેઈમાન' ગણાવ્યા: ઇરાનના સરકારી મીડિયાએ સ્પષ્ટતા કરી છે કે તેમનો મિસાઇલ કાર્યક્રમ સૂચિત ૬૦ દિવસની મંત્રણાના દાયરાની સંપૂર્ણપણે બહાર જ રહેશે : ટ્રમ્પે ઇરાનના નિવેદનને 'નબળું અને દયનીય' ગણાવતા કહ્યું હતું કે આ લોકો સાથે સદ્ભાવનાથી ડીલ કરવી અશક્ય છે: બંને દેશો વચ્ચેની કથિત શાંતિ મંત્રણા ફરી એકવાર તણાવપૂર્ણ સ્થિતિમાં પહોંચી ગઈ: આ મામલો વધુ ગરમાઈ શકે છે.

​વોશિંગ્ટન: અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા અને પરમાણુ કરાર મુદ્દે નવો જ વિવાદ ઊભો થયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઇરાન ક્યારેય પરમાણુ હથિયાર નહીં બનાવવા સંમત થયું છે અને બંને દેશો વચ્ચે લેખિતમાં કરાર અંતિમ તબક્કામાં છે. જોકે, ઇરાનના વિદેશ મંત્રાલયે આ દાવાને ફગાવી દેતા જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ જ અંતિમ નિર્ણય લેવાયો નથી. આ ઇનકાર બાદ ભડકેલા ટ્રમ્પે ઇરાન પર મીડિયામાં ખોટી માહિતી લીક કરવાનો આક્ષેપ લગાવીને તેમને 'બેઈમાન' ગણાવ્યા છે.

​પ્રાપ્ત વિગતો મુજબ, સેનેટના ઉમેદવાર બેરી મૂરના સમર્થનમાં યોજાયેલી એક ટેલી-રેલીને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ઇરાન સાથેનો સંઘર્ષ હવે સમાપ્ત થઈ ગયો છે અને વોશિંગ્ટનને વાટાઘાટોમાંથી જે જોઈતું હતું તે બધું જ મળી ગયું છે. પરંતુ, ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ આ અહેવાલોનું સદંતર ખંડન કરતા સ્પષ્ટ કર્યું હતું કે અત્યારે કોઈ જ ડીલ ફાઇનલ થઈ નથી. ઇરાનના સરકારી મીડિયાએ પણ સ્પષ્ટતા કરી છે કે તેમનો મિસાઇલ કાર્યક્રમ સૂચિત ૬૦ દિવસની મંત્રણાના દાયરાની સંપૂર્ણપણે બહાર જ રહેશે.

​ઇરાન તરફથી આવેલા આ નકારાત્મક નિવેદન બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોતાનો આકરો રોષ ઠાલવ્યો હતો. ટ્રમ્પે લખ્યું હતું કે ઇરાને 'ફેક ન્યૂઝ' સમક્ષ જે શરતો લીક કરી છે, તેને લેખિતમાં થયેલા વાસ્તવિક કરાર સાથે કોઈ જ લેવાદેવા નથી. ટ્રમ્પે ઇરાનના નિવેદનને 'નબળું અને દયનીય' ગણાવતા કહ્યું હતું કે આ લોકો સાથે સદ્ભાવનાથી ડીલ કરવી અશક્ય છે. આ નિવેદનો સ્પષ્ટ દર્શાવે છે કે બંને દેશો વચ્ચેની કથિત શાંતિ મંત્રણા ફરી એકવાર તણાવપૂર્ણ સ્થિતિમાં પહોંચી ગઈ છે અને આગામી દિવસોમાં આ મામલો વધુ ગરમાઈ શકે છે.

 

આ ડ્રોન હુમલાની સાથે સાથે ટ્રમ્પે ઈરાન પર શાંતિ કરારની ખોટી વિગતો મીડિયામાં લીક કરવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કરાર અંતિમ તબક્કામાં હોવાની વાત ઈરાને નકારી કાઢ્યા બાદ ટ્રમ્પ ભારે રોષે ભરાયા છે. તેમણે જણાવ્યું હતું કે ઈરાન દ્વારા લીક કરાયેલી શરતો અને વાસ્તવિક લેખિત કરાર વચ્ચે કોઈ જ સંબંધ નથી અને તેઓ અત્યંત બેઈમાન લોકો છે. 

 

આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભારતે પણ આકરૂં વલણ અપનાવીને અમેરિકન રાજદ્વારી જેસન મીક્સને સતત બીજી વખત સમન્સ પાઠવીને દરિયાઈ હુમલાઓ અને ભારતીય નાગરિકોની સુરક્ષા મામલે જવાબ માંગ્યો છે.

(8:11 PM IST)