<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

૧૧ વર્ષનો ટેણિયો ૯૦ પ્રકારના અવાજ કાઢે છે

જાણીતી હસ્‍તીઓ, સેલિબ્રિટીઝ, રાજનેતાઓ ઉપરાંત જાનવરો અને પંખીઓના અવાજો પણ હૂબહૂ કાઢે છે

મુઝફફરપુર,તા.૧૩: બિહારના મુઝફફરપુરનો ૧૧ વર્ષનો ટાબરિયો જબરદસ્‍ત ટેલન્‍ટેડ છે. અંશ નામનો આ છોકરો ગળામાંથી ૯૦ પ્રકારના અવાજો કાઢી શકે છે. તે જાણીતી હસ્‍તીઓ, સેલિબ્રિટીઝ, રાજનેતાઓ ઉપરાંત જાનવરો અને પંખીઓના અવાજો પણ હૂબહૂ કાઢે છે. ગાય, બકરી, કૂતરો, બિલાડી જેવાં પશુઓ અને વિવિધ પંખીઓના કલરવને અલગ તારવી શકાય એ રીતે તે અવાજ કાઢે છે. તેનો અવાજ સાંભળીને અસલી અને નકલીનો ભેદ કરવાનું મુશ્‍કેલ થઈ જાય છે. તે લાલુ પ્રસાદ યાદવ, ચિરાગ પાસવાન, અખિલેશ યાદવ જેવા નેતાઓના ટોનમાં મિમિક્રી પણ કરે છે.

(10:05 AM IST)