<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

છૂટાછેડાના કાગળ ફાડયાઃ પતિને જોતા જ પત્‍ની ભેટી પડીઃ વર્ષોની લડાઈનું કોર્ટ બહાર એક ઝાટકે સમાધાન

જે કામ મહિનાથી કોર્ટ અને કચેરી ન કરી શકી તે ખાલી એક પ્રેમથી આપેલી જાદૂની જપ્‍પીથી સેકન્‍ડમાં કામ થઈ ગયું

નવી દિલ્‍હી,તા.૧૩: તીસ હજારી કોર્ટની બહાર હાલમાં જ એક એવો નજારો જોવા મળ્‍યો હતો, જેણે જોઈ ત્‍યાં હાજર સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા. પતિ-પત્‍ની વચ્‍ચે ચાલી રહેલા ઘરેલૂ હિસાના કેસ, દહેજના આરોપ અને લાખો રુપિયાના ખર્ચ અને કડવાશની વચ્‍ચે જે કામ મહિનાથી કોર્ટ અને કચેરી ન કરી શકી, તે ખાલી એક પ્રેમથી આપેલી જાદૂની જપ્‍પીથી સેકન્‍ડમાં કામ થઈ ગયું.

આ કેસ દિલ્‍હીની રહેવાસી શિખા સિહ અને તેના પતિ સૌરભ સિહનો હોવાનું કહેવાય છે. આ બંનેના લગ્ન ૨૦૨૦માં હિન્‍દુ-રીતિ રિવાજથી થયા હતા. લગ્નમાં છોકરીવાળાએ પોતાની હેસિયતથી વધારે ખર્ચ કર્યો હતો. સોના-ચાંદીના દાગીના અને મોંઘી ગિફટ આપી પણ લગ્ન બાદ સંબંધમાં તિરાડ પડવા લાગી.

આરોપ છે કે સાસરિયા પક્ષે દહેજની માગને લઈ શિખાને માનસિક અને ભાવનાત્‍મક રીતે પ્રતાડિત કરવાનું શરુ કર્યું. તેના રંગરુપ અને વ્‍યક્‍તિત્‍વને લઈ મેણા મારવા લાગ્‍યા. ઓછો દહેજ લાવવાની વાત કહી તેને અપમાનિત કરવા લાગ્‍યા અને ત્‍યાં સુધી કે પતિના બીજા લગ્ન કરાવવાની ધમકી પણ આપી દીધી. શિખાનું કહેવું હતું કે તેના દાગીના અને કિમતી સામાન સુરક્ષિત રાખવાના બહાને સાસરિયાવાળાએ પોતાના કબજામાં લઈ લીધા અને તેની આવક અને બચતને લઈ પણ સતત પ્રેશર બનાવતા હતા.

આ કડવાશની વચ્‍ચે શિખાએ પોતાના પતિ સૌરભ વિરુદ્ધ દહેજ માગવા, ઘરેલૂ હિસા અને માનસિક ઉત્‍પીડનના ગંભીર આરોપ લગાવતા કેસ કરી દીધો હતો. કેસ કોર્ટ સુધી પહોંચ્‍યો અને પછી તારીખ પર તારીખ ચાલતી રહી. વકીલોની ફી અને કોર્ટ-કચેરીના ચક્કરમાં બંને પક્ષના લાખો રુપિયા ખર્ચાઈ ગયા. દીકરીની લડાઈ લડતા-લડતાં શિખાના પિતાની આર્થિક હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેઓ ખુદ બીમાર પડ્‍યા અને સારવાર માટે પણ પૈસા ન રહ્યા. કહેવાય છે કે કેસના બોજ હેઠળ તેઓ રસ્‍તા પર આવી ગયા.

આ તણાવની વચ્‍ચે લગભગ ૧૦ દિવસ પહેલા શિખાના પિતાને અચાનક એટેક આવ્‍યો હતો. તેમને ગંભીર હાલતમાં સરકારી હોસ્‍પિટલમાં દાખલ કર્યા હતા. આ વાત જેવી શિખાના પતિ સૌરભને ખબર પડી, તે તરત હોસ્‍પિટલે પહોંચ્‍યો. ત્‍યાંની સ્‍થિતિ જોઈ સૌરભે પોતાના સસરાને સરકારી હોસ્‍પિટલમાંથી ઉપાડી ગુડગાંવની સારામાં સારી ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાવ્‍યા. સારી સારવાર મળતા શિખાના પિતા એકદમ સ્‍વસ્‍થ થઈ ગયા.

અહીંથી આ કહાનીમાં વળાંક આવ્‍યો, જેની કોઈએ આશા નહોતી રાખી. સૌરભની આ પહેલે શિખાને અંદરથી હચમચાવી નાખી. પતિ સાથે ચાલી રહેલા કાયદાકીય સંઘર્ષ, ગુસ્‍સા અને ફરિયાદોની વચ્‍ચે પહેલી વાર માનવીય સંવેદના દેખાઈ, જેની વર્ષોથી તે રાહ જોઈ રહી હતી.

દિલ્‍હીની તીસ હજારી કોર્ટમાં આ કેસની તારીખ હતી, જેમાં શિખાએ ઘરેલૂ હિસા અધિનિયમ, ૨૦૦૫ની કલમ ૧૨ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. તેની સાથે જ તેણે ધારા ૨૩ અંતર્ગત ખુદ માટે વચગાળાના ભરણપોષણની માગ પણ કરી હતી. ટ્રાયલ કોર્ટે ૩૧ ઓગસ્‍ટ ૨૦૨૪ના આદેશમાં દંપતિના સગીર દીકરા માટે ૨૦,૦૦૦ રુપિયા દર મહિને ભરણપોષણ નક્કી કર્યું, પણ પત્‍ની શિખાને આ રસ્‍તો ગમ્‍યો નહીં. આ આદેશ વિરુદ્ધ શિખાએ અપીલ દાખલ કરી, જે અધિક સત્ર ન્‍યાયાલય અભિષેક ગોયલની કોર્ટમાં ચાલી રહ્યો હતો.

કહેવાય છે કે કોર્ટમાં ચાલી રહેલા કેસ, છૂટાછેડાની પ્રક્રિયા અને આપસી લડાઈના બધા કાગળ શિખાએ એ જ કોર્ટની બહાર ફાડી નાખ્‍યા, પછી બધા જ મનદુખ અને વેરભાવ ભૂલી પત્‍નીએ પતિને ભીની આંખે ભેટી પડી. આ જાદુની જપ્‍પી ખાલી બે લોકો વચ્‍ચેનું આલિગન નહોતું પણ મહિનાઓથી ચાલી રહેલી કડવાશ, ગુસ્‍સો, આરોપ-પ્રત્‍યારોપ અને કાનૂની જંગ પર એક પ્રકારનું ફુલસ્‍ટોપ હતું. તીસ હજારી કોર્ટની બહાર આ આખું દ્રશ્‍ય કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધું, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

(10:07 AM IST)