<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

નીનો ગુરેરોના ખાત્‍મા બાદ હવે કાળા સામ્રાજ્‍યનો ‘બોસ' કોણ? શું ‘ટ્રેન ડી અરાગુઆ' કાર્ટેલ સાવ નેસ્‍તનાબૂદ થશે કે નવો ‘ભસ્‍માસુર' પેદા થશે?

કારાકાસ : અમેરિકન સેનાના મેગા ઓપરેશનમાં વેનેઝુએલાના કુખ્‍યાત ડ્રગ માફિયા 'નીનો ગુરેરો' નો સફાયો થયા બાદ  આંતરરાષ્ટ્રીય સ્‍તરે હવે એક જ સવાલ ગુંજી રહ્યો છે કે અબજો રૂપિયાના આ કાળા કારોબાર અને 'ટ્રેન ડી અરાગુઆ' સિન્‍ડિકેટનું હવે શું થશે? શું આતંકનો આ પર્યાય હંમેશા માટે ખતમ થઈ જશે, કે પછી કોઈ નવો અને વધુ ઘાતક માફિયા ડોન આ ખુરશી પર બેસશે? ઇન્‍ટરનેશનલ ક્રાઇમ એક્‍સપર્ટ્‍સ અને ડિજિટલ મીડિયાના સત્તાવાર અહેવાલોનું વિશ્‍લેષણ ચોંકાવનારો ઈશારો કરી રહ્યું છે. નિષ્‍ણાતોના મતે, આ કાર્ટેલ આસાનીથી ખતમ થાય તેમ નથી.

હાઇડ્રા નામના રાક્ષસ જેવી છે આ કાર્ટેલ : એક માથું કપાશે તો બીજું ઊગશેર્!ં ક્રાઇમ એક્‍સપર્ટ્‍સ માને છે કે 'ટ્રેન ડી અરાગુઆ' કોઈ સામાન્‍ય ગેંગ નથી. આ એક બહુરાષ્ટ્રીય કોર્પોરેટ કંપનીની જેમ કામ કરે છે. ગ્રીક માયથોલોજીના 'હાઇડ્રા' રાક્ષસની જેમ, જો તમે તેનું એક માથું (નીનો ગુરેરો) કાપી નાખશો, તો તેની જગ્‍યાએ બીજા બે માથા ઊગી નીકળશે. આ કાર્ટેલનું નેટવર્ક વેનેઝુએલા ઉપરાંત કોલમ્‍બિયા, પેરુ, ચિલી અને બ્રાઝિલ જેવા દેશોમાં વિકેન્‍દ્રિત (ડીસેન્‍ટ્રલાઈઝ્‍ડ) છે. ત્‍યાં બેઠેલા તેના સ્‍થાનિક કમાન્‍ડરો અને લેફટનન્‍ટ્‍સ પહેલેથી જ પોતપોતાના વિસ્‍તારોમાં ડ્રગ્‍સ અને ખંડણીનો સ્‍વતંત્ર કારોબાર ચલાવે છે.

ઉત્તરાધિકારી બનવા માટે ભયાનક ‘ગેંગવોર' ફાટી નીકળશે : નીનો ગુરેરોના જવાથી કાર્ટેલમાં એક મોટો શૂન્‍યાવકાશ સર્જાયો છે. આ ખાલી પડેલી 'ડોન' ની ખુરશી મેળવવા માટે હવે ગેંગની અંદર જ લોહિયાળ જંગ ખેલાશે.

જોહાન પેટ્રિકાનો દાવો : કાર્ટેલનો સહ-સ્‍થાપક અને નીનોનો સૌથી જૂનો સાગરીત જોહાન પેટ્રિકા હવે આ આખા સામ્રાજ્‍ય પર કબજો જમાવવાનો પૂરો પ્રયાસ કરશે.

સ્‍થાનિક કમાન્‍ડરોનો બળવો : દક્ષિણ અમેરિકાના અન્‍ય દેશોમાં બેઠેલા કાર્ટેલના કમાન્‍ડરો હવે વેનેઝુએલાથી આદેશ લેવાના બદલે પોતાની સ્‍વતંત્ર ગેંગ બનાવી દેશે, જેના કારણે રસ્‍તાઓ પર હિસા અને રક્‍તપાત વધવાની પૂરેપૂરી શક્‍યતા છે.

હરીફ કાર્ટેલ્‍સ તકનો ફાયદો ઉઠાવશે! :  નીનો ગુરેરોના મોતના સમાચારથી મેક્‍સિકો અને કોલમ્‍બિયાના અન્‍ય ડ્રગ માફિયાઓમાં જશ્નનો માહોલ છે. 'સિનાલોઆ કાર્ટેલ' અને કોલમ્‍બિયન ગેંગ્‍સ હવે 'ટ્રેન ડી અરાગુઆ' ના અનાથ થયેલા વિસ્‍તારો અને ડ્રગ રૂટ્‍સ પર રાતોરાત કબજો જમાવવા હુમલાઓ તેજ કરશે. નબળી પડેલી ગેંગના નાના સભ્‍યો પૈસાની લાલચમાં હરીફ ગેંગમાં જોડાઈ જશે.

તો શું આતંકનું આ સામ્રાજ્‍ય આખરે ખતમ થઈ જશેર્?ં : જવાબ છે - ના. ગુનાહિત ઈતિહાસ સાક્ષી છે કે ક્‍યારેય કોઈ એક ડોનના મરવાથી આખી સિન્‍ડિકેટ ખતમ થતી નથી. જ્‍યાં સુધી વેનેઝુએલા અને લેટિન અમેરિકામાં ગરીબી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર રહેશે, તથા અમેરિકા અને યુરોપમાં ડ્રગ્‍સની માંગ રહેશે, ત્‍યાં સુધી આ કાળો કારોબાર ચાલતો જ રહેશે.

ટૂંકમાં કહીએ તો, ભલે મૂળ ‘ટ્રેન ડી અરાગુઆ' એક મોટી અને સંગઠિત ગેંગ તરીકે વિખેરાઈ જાય, પરંતુ તે નાના, વધુ ઘાતક અને બેફામ ટુકડાઓમાં વહેંચાઈ જશે. આ નાના જૂથો પોતાની તાકાત સાબિત કરવા અગાઉ કરતા પણ વધુ ખંડણી, કિડનેપિગ અને હત્‍યાઓ કરશે. નીનો ગુરેરોનો અંત એ આતંકનો અંત નથી, પણ એક નવા અને વધુ લોહિયાળ અધ્‍યાયની શરૂઆત માત્ર છે!

(1:13 PM IST)