હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લીપફ્રોગ એન્જિનિયરિંગનો શેર બજારમાં પ્રવેશ : SME IPO બુધવારે ખૂલશે

બેંગલુરુ, ૧૧ : બેંગલુરુ સ્થિત એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટર લીપફ્રોગ એન્જિનિયરિંગ સર્વિસિસ લિમિટેડ હવે શેરબજારમાં પ્રવેશ કરવા જઈ રહી છે. કંપનીએ BSE SME પ્લેટફોર્મ પર પોતાના IPO માટે ૧૭ થી ૧૯ જૂનનો સમયગાળો નક્કી કર્યો છે. શેરનો ભાવ પ્રતિ શેર રૂા.૨૧ થી રૂા.૨૩ રાખવામાં આવ્યો છે. કંપની આ IPO દ્વારા કુલ રૂા.૮૮.૫૧ કરોડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. તેમાંમાંથી રૂા.૭૯.૬૦ કરોડ ૩.૪૬ કરોડ નવા શેરોના ઇશ્યૂ દ્વારા આવશે, જ્યારે રૂા.૮.૯૧ કરોડ હાલના શેરધારકો દ્વારા ઓફર ફોર સેલ (OFS) તરીકે આવશે. લિસ્ટિંગ પછી પ્રમોટર્સની હિસ્સેદારી લગભગ ૬૭ ટકા રહેશે.વર્ષ ૨૦૦૫માં સ્થાપિત લીપફ્રોગે શરૂઆતમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સેવાઓ પ્રદાન કરનાર કંપની તરીકે કામગીરી શરૂ કરી હતી. આજે તે ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, ઓટોમેશન અને કન્ટ્રોલ સિસ્ટમ્સ ક્ષેત્રે નિષ્ણાતી ધરાવતી બહુમુખી એન્જિનિયરિંગ સોલ્યુશન્સ કંપની બની છે. છેલ્લા બે દાયકામાં કંપનીએ ભારત ઉપરાંત કુવૈત, અમેરિકા, જર્મની, નાઇજિરિયા અને કેનેડા જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં સફળતાપૂર્વક પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે. કંપની બહુરાષ્ટ્રીય કંપનીઓ, જાહેર ક્ષેત્રની સંસ્થાઓ તથા વૈશ્વિક EPC કોન્ટ્રાક્ટરોને સેવાઓ પ્રદાન કરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
