હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વાણિજય અને ઉધોગ મંત્રી પીયુષ ગોયલનો આજે જન્મ દિવસ : ૬૩માં વર્ષમાં મંગલ પ્રવેશ
ભાજપના સભ્યથી લઈને કેન્દ્રીય મંત્રી સુધીની સફર

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી શ્રી પીયુષ ગોયલ જીનો આજે જન્મ દિવસ છે. તેઓનો જન્મ ૧૩ મી જૂન, ૧૯૬૪ ના રોજ મુંબઈ ખાતે થયો હતો. પિતા સ્વ. વેદપ્રકાશ ગોયલ કે જેઓ કેન્દ્રીય મંત્રી હતા તો માતા ચંદ્રકાંતા ગોયલ ભૂતપૂર્વ ધારાસભ્ય હતા એટલે રાજકીય માહોલ નાનપણથી જ મળ્યો હતો. તેઓ સી.એ. અને કાયદાનું શિક્ષણ મેળવી રાજકીય આલમમાં આગળ વધ્યા. ૧૯૯૧ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ચૂંટણી વ્યવસ્થાપનમાં મહત્વની જવાબદારી સંભાળી, અટલ બિહારી વાજપેયી અને લાલકળષ્ણ અડવાણી જેવા વરિષ્ઠ નેતાઓના માર્ગદર્શન હેઠળ કાર્ય કર્યું, આગળ વધીને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય તરીકે કામ કર્યું. પાર્ટીના રાષ્ટ્રીય ખજાનચી તરીકે પણ લાંબા સમય સુધી જવાબદારી સંભાળી.
સમયની સાથે-સાથે પીયુષજી પણ આગળ વધતા જ ગયા. વર્ષ ૨૦૧૦માં મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા, નાણાકીય બાબતો અને સંરક્ષણ મંત્રાલયની સલાહકાર સમિતિઓમાં સભ્ય તરીકે કાર્ય કર્યું. પરંતુ પીયુષજીની કારકિર્દીમાં સાચો વળાંક આવ્યો. ૨૦૧૪ માં નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યા બાદ પીયુષ ગોયલને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું.
દેશના ગામડાઓમાં વીજળી પહોંચાડવાના કાર્યક્રમોને ગતિ આપી, ‘‘ઉજ્જ્વલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના (UDAY)''જેવી યોજનાઓ અમલમાં મૂકી. કોલસા ખાણોની હરાજીમાં પારદર્શિતા વધારી, કોલસાના ઉત્પાદન અને ઉપલબ્ધતામાં વધારો કર્યો. સોલાર ઊર્જા ક્ષેત્રે ભારતને વૈશ્વિક સ્તરે આગળ વધારવામાં યોગદાન આપ્યું, ત્યાર નરેન્દ્રભાઇએ વધુ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી.
સુરેશ પ્રભુ પછી સપ્ટેમ્બર ૨૦૧૭ માં રેલવે મંત્રી બન્યા. રેલવેના આધુનિકીકરણને વેગ આપ્યો, સ્ટેશન વિકાસ અને સુરક્ષા પર ભાર મૂકયો, ટ્રેનોમાં સ્વચ્છતા અને સુવિધાઓમાં સુધારો કર્યો. અરુણ જેટલીની સારવાર દરમિયાન અને તેમના અવસાન પછી થોડા સમય માટે નાણાં મંત્રાલયનો વધારાનો ચાર્જ સંભાળ્યો. તેમજ ૨૦૧૯ નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. ત્યાર બાદ મોદી સરકાર-૨ એટલે કે વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ દરમ્યાન વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, કાપડ મંત્રાલય સંભાળ્યું, ‘‘વન નેશન વન રેશન કાર્ડ'' યોજનાના અમલીકરણને પ્રોત્સાહન આપ્યું. MSME અને સ્ટાર્ટઅપ માટે Ease of Doing Business સુધારવા પગલાં લીધાં, ભારતના આંતરરાષ્ટ્રીય વેપાર અને FTA ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. પીયુષજી જુલાઈ ૨૦૨૧ માં રાજ્યસભાના નેતા તરીકે નિયુક્ત થયા, સંસદીય ચર્ચાઓ અને સરકારના વિધેયકોને આગળ વધારવામાં મહત્વની ભુમિકા ભજવી. ૨૦૨૪ ની લોકસભા ચૂંટણીમાં મુંબઈ ઉત્તર બેઠક પરથી ચૂંટાઈ આવ્યા, ફરીથી મોદી સરકારમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. પીયુષ ગોયલની ગણના ભાજપના શ્રેષ્ઠ વ્યૂહરચનાકારોમાં થાય છે, તેવો આર્થિક અને વેપાર નીતિઓમાં વિશેષ નિપુણતા ધરાવે છે. અટલ બિહારી વાજપેયી, અરુણ જેટલી અને નરેન્દ્રભાઇ મોદી જેવા નેતાઓના નજીકના સહયોગી રહ્યા છે. તેમજ સંગઠન અને સરકાર બંનેમાં સફળતાપૂર્વક કાર્ય કરનારા નેતા તરીકે ઓળખાય છે. પીયુષજી ૬૨ વર્ષ પુર્ણ કરી ૬૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
