હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પાકીટની સેનાનું મેગા સર્ચ ઓપરેશન: ૭૨ કલાકમાં ટીટીપીના ૪ કમાન્ડર સહિત ૨૧ ઉગ્રવાદીઓ ઠાર
મે ૨૦૨૬માં હિંસા વધ્યા બાદ પાક સેનાની આકરી કાર્યવાહી: એક જ સપ્તાહમાં કુલ ૪૮ ઉગ્રવાદીઓનો સફાયો

પેશાવર: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદીઓ સામે સુરક્ષા દળોએ લાલ આંખ કરી છે. ગુપ્તચર માહિતીના આધારે હાથ ધરવામાં આવેલા એક મોટા સર્ચ ઓપરેશનમાં પાકિસ્તાની સેનાએ ઉત્તરી વઝીરિસ્તાન જિલ્લામાં છેલ્લા ૭૨ કલાકમાં ૨૧ ઉગ્રવાદીઓને ઠાર કર્યા છે. શનિવારે સેનાની મીડિયા વિંગ દ્વારા અપાયેલી સત્તાવાર માહિતી અનુસાર, આ ભીષણ અથડામણમાં માર્યા ગયેલા ઉગ્રવાદીઓમાં પ્રતિબંધિત સંગઠન 'તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન' (ટીટીપી) ના ચાર ટોચના કમાન્ડરોનો પણ ખાતમો બોલાવાયો છે.
ઉલ્લેખનીય છે કે, ગત મે ૨૦૨૬માં મીરાન શાહ વિસ્તારમાં એક આત્મઘાતી હુમલો નિષ્ફળ ગયો હતો અને ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં હિંસાની ઘટનાઓમાં અચાનક ઉછાળો આવ્યો હતો. આ પરિસ્થિતિને ડામવા માટે સેના દ્વારા આ કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. છેલ્લા એક જ સપ્તાહના આંકડા પર નજર કરીએ તો સુરક્ષા દળોએ કુલ ૪૮ જેટલા ઉગ્રવાદીઓને ઢાળી દીધા છે. પાકિસ્તાન સરકાર દ્વારા આ ઉગ્રવાદીઓને 'ફિતના-અલ-ખ્વારિજ' નામ આપવામાં આવ્યું છે. આ તમામ ઉગ્રવાદીઓ સુરક્ષા દળો પરના જીવલેણ હુમલા અને અનેક નિર્દોષ નાગરિકોની ક્રૂર હત્યાના કેસમાં લાંબા સમયથી વોન્ટેડ હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
