હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાકિસ્તાન પાણી માટે તરસ્યું : ભારતના એક જબરા ફટકાથી સિંધ અને બલુચિસ્તાન સુકાઈ ગયા : આતંકવાદ સામે જળ-યુદ્ધ તેજ
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરતા પાકિસ્તાનની એક તૃતીયાંશ વસ્તી તરસથી વ્યાકુળ: "જેમની આંખો સુકાઈ ગઈ છે તેઓ પાણીની આશા ન રાખે" તેવી રાજનાથ સિંહની કડક ગર્જના વચ્ચે સરહદ પાર અન્ન-જળનું મોટું સંકટ

ઇસ્લામાબાદ: આતંકવાદને આશ્રય આપતા પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતે લીધેલા એક કડક અને અભૂતપૂર્વ નિર્ણયથી સરહદ પાર ભારે હાહાકાર મચી ગયો છે. વર્ષ ૨૦૨૫ માં થયેલા ભયાનક પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારત સરકારે દાયકાઓ જૂની સિંધુ જળ સંધિ ને સ્થગિત કરી દીધી હતી. આ કડક વલણના પરિણામે હાલમાં પાકિસ્તાનના સિંધ અને બલુચિસ્તાન પ્રાંતોમાં પીવાના અને સિંચાઈના પાણીની ભયંકર કટોકટી સર્જાઈ છે. દેશની લગભગ એક તૃતીયાંશ વસ્તી અત્યારે પાણીના એક-એક ટીપા માટે તરસવા મજબૂર બની છે. સિંધ પ્રાંતની મુખ્ય નહેરો સુકાઈને ખાખ થઈ જતાં કરોડો ખેડૂતોના પાક બરબાદ થઈ રહ્યા છે, જેના કારણે પાકિસ્તાની અર્થતંત્રના મૂળિયા હચમચી ગયા છે.
ભારતના રક્ષા પ્રધાન રાજનાથ સિંહે આ મુદ્દે દેશના મક્કમ ઈરાદાઓ પર ફરી એકવાર મહોર મારતા સ્પષ્ટ કર્યું છે કે ભારત આતંકવાદીઓના આશ્રયદાતાઓ અને માનવતાના દુશ્મનો સુધી પોતાની નદીઓનું પાણી કોઈ કાળે પહોંચવા દેશે નહીં. નવી દિલ્હીની આક્રમક જળ-નીતિને દોહરાવતા રક્ષા પ્રધાને કટાક્ષ કર્યો હતો કે, "જેમની માનવતા મરી પરવારી છે અને જેમની આંખોનું પાણી સુકાઈ ગયું છે, તેમણે ભારત પાસેથી પવિત્ર જળની અપેક્ષા રાખવી જોઈએ નહીં." ૧૯૬૦ માં વિશ્વ બેંકની મધ્યસ્થી હેઠળ થયેલો આ કરાર અત્યાર સુધી બંને દેશો વચ્ચે ટકી રહ્યો હતો, પરંતુ પાકિસ્તાનની સતત નાપાક હરકતોના કારણે ભારતે આખરે પાણીના હથિયારનો ઉપયોગ કરીને ઇસ્લામાબાદને ઘૂંટણીયે લાવી દીધું છે.
આ ભીષણ જળ સંકટના કારણે પાકિસ્તાનની અંદર જ આંતરિક રાજકીય યુદ્ધ ફાટી નીકળ્યું છે. પક્ષો પાણીની અછત માટે એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે, જ્યાં જમાત-એ-ઇસ્લામીના વડા હાફિઝ નઈમ-ઉર-રહેમાને સિંધની પીપીપી (PPP) સરકાર પર કરાચી જેવા મોટા શહેરોને તરસ્યા રાખવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સંરક્ષણ અને આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે જો આગામી મહિનાઓમાં કુદરતી વરસાદ પણ ઓછો થશે, તો પાકિસ્તાનમાં ખાદ્ય સુરક્ષાનો મોટો ખતરો ઊભો થશે અને ગ્રામીણ રોજગારી સંપૂર્ણપણે નાશ પામશે. આતંકવાદના બદલામાં ભારતે ઝીલેલા આ જળ-પ્રહારે પાકિસ્તાનને અંદરથી તોડી નાખ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
