હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પેટ્રોલ-ડીઝલનો ખેલ ખતમ! નીતિન ગડકરીના માસ્ટર પ્લાનથી આખી દુનિયા ચોંકી ઉઠશે
અરેબિયન દેશો પરની નિર્ભરતા તોડવા ભારતનો ઐતિહાસિક બાયો-ફ્યુઅલ શંખનાદ : મારુતિ, ટાટા, મહિન્દ્રા અને ટોયોટા સહિત 12 દિગ્ગજ ઓટોમોબાઈલ કંપનીઓ 100% ઇથેનોલ થી ચાલતા વાહનો મોટા પાયે લોન્ચ કરવા સજ્જ થતાં દેશના કરોડો વાહનચાલકો માટે નવી ક્રાંતિના મંડાણ

નવી દિલ્હી: ભારતના ઓટોમોબાઈલ ક્ષેત્ર અને ઉર્જા સુરક્ષાના ઇતિહાસમાં એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. દેશને મોંઘા અને પ્રદૂષિત ક્રૂડ ઓઈલની આયાતમાંથી કાયમી મુક્તિ અપાવવા માટે મોદી સરકારે "ફ્લેક્સ-ફ્યુઅલ મોબિલિટી" તરફ અત્યાર સુધીનું સૌથી મોટું અને અત્યંત નિર્ણાયક પગલું ભરી દીધું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક સનસનાટીપૂર્ણ જાહેરાત કરતા સ્પષ્ટ કર્યું છે કે, હવે આપણે પેટ્રોલનો ચહેરો જોવાની પણ જરૂર નથી. દેશ હાલમાં પોતાની જરૂરિયાતનું લગભગ 87 ટકા ક્રૂડ ઓઈલ વિદેશથી આયાત કરે છે, જેના કારણે દર વર્ષે અબજો ડોલર બહાર ઘસડાઈ જાય છે. આ આયાત બિલ પર કાતર ચલાવવા અને સામાન્ય માણસને વૈશ્વિક તેલના ભાવોની અસ્થિરતામાંથી બચાવવા માટે હવે શુદ્ધ ઇથેનોલને મુખ્ય બળતણ બનાવવાની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે.
આ ભવ્ય પરિવર્તનથી ભારતના "અન્નદાતા" એટલે કે ખેડૂતો હવે દેશના "ઇંધણદાતા" (ફ્યુઅલ ડેટા) તરીકે ઉભરી આવશે. શેરડી, મકાઈ, ચોખાના ભૂસા (બાયોમાસ) અને અન્ય કૃષિ ઉત્પાદનોમાંથી ઉત્પાદિત થનારું ઇથેનોલ અત્યાર સુધી માત્ર પેટ્રોલમાં મિશ્રણ કરવા પૂરતું સીમિત હતું, પરંતુ હવે તે સીધું એન્જિનને પાવર આપશે. આ ક્રાંતિ અંતર્ગત રાજધાની દિલ્હીમાં આયોજિત 'ઈન્ડિયા ગોઝ ફ્લેક્સ' કાર્યક્રમમાં મારુતિ સુઝુકીએ દેશની પ્રથમ માસ-માર્કેટ ફ્લેક્સ-ફ્યુઅલ પેસેન્જર કાર 'વેગનઆર' નું અનાવરણ કર્યું છે, જે E20 થી લઈને 100% શુદ્ધ ઇથેનોલ પર દોડવા સક્ષમ છે. આ આંદોલનમાં ટુ-વ્હીલર ઉત્પાદક હીરો મોટોકોર્પ પણ કૂદી પડી છે અને તેની સૌથી લોકપ્રિય બાઇક્સ સ્પ્લેન્ડર+ અને HF ડિલક્સના ફ્લેક્સ-ફ્યુઅલ વેરિયન્ટ્સ ટૂંક સમયમાં જ દિલ્હી અને મહારાષ્ટ્રના રસ્તાઓ પર ધૂમ મચાવતા જોવા મળશે.
બીજી તરફ, હ્યુન્ડાઇ કંપનીએ પણ તેની સુપરહિટ SUV ક્રેટાનું ફ્લેક્સ-ફ્યુઅલ વર્ઝન રજૂ કરીને ભવિષ્યની ઝાંખી કરાવી દીધી છે. આ બદલાવને કારણે ઘણાના મનમાં સવાલ છે કે શું પરંપરાગત પેટ્રોલ પંપ બંધ થઈ જશે? તો તેનો જવાબ આપતા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, સરકાર દેશભરમાં સમર્પિત 100% ઇથેનોલ ફ્યુઅલ સ્ટેશનોનું આખું નેટવર્ક ઊભું કરી રહી છે, જેની સંખ્યા ટૂંક સમયમાં 500 અને આગામી વર્ષોમાં 5,000 સુધી પહોંચાડવામાં આવશે. જો દેશના માત્ર 50% વાહનો પણ ફ્લેક્સ-ફ્યુઅલ તરફ વળી જશે, તો ભારતને સીધા ₹1.44 લાખ કરોડના વિદેશી હૂંડિયામણની ભવ્ય બચત થશે. આ સાથે જ પ્રદૂષણના સ્તરમાં ધરખમ ઘટાડો નોંધાશે, જે દિલ્હી-એનસીઆર સહિતના મહાનગરોને ઝેરી ધુમાડાથી મુક્તિ અપાવી ભારતને વિશ્વનો સૌથી મોટો ઊર્જા નિકાસકાર દેશ બનાવવાની દિશામાં આગળ ધપાવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
