હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બંગાળના રાજકારણમાં મહાભૂકંપ: મમતા બેનર્જીને સુદીપ બંદોપાધ્યાયનો મસમોટો ઝટકો, ૧૯ સાંસદો સાથે બળવાખોર છાવણીમાં જોડાયા!
દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે ગુપ્ત બેઠક બાદ ટીએમસીમાં ભંગાણના સંકેત: લોકસભા સ્પીકર પાસે અલગ સંસદીય જૂથ તરીકે માન્યતા માંગવાની તૈયારી, મહુઆ મોઇત્રાએ બળવો ગેરકાનૂની ગણાવ્યો

કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી આ વહેલી સવારના સૌથી મોટા અને સનસનાટીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની અંદર લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક અસંતોષ હવે જ્વાળામુખી બનીને ફાટ્યો છે. પાર્ટીના અતિ વરિષ્ઠ નેતા અને લોકસભા સાંસદ સુદીપ બંદોપાધ્યાયે મમતા બેનર્જી સામે ખુલ્લો બળવો પોકારી દીધો છે. સુદીપ બંદોપાધ્યાય દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસ્થાને તેમને મળતાં જ બંગાળથી લઈને દિલ્હી સુધીનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હાઈ-પ્રોફાઈલ બેઠક દરમિયાન ટીએમસીના ફાયરબ્રાન્ડ સાંસદ શતાબ્દી રોય પણ દિલ્હીમાં જ હાજર હતા, જે આ આખા બળવા પાછળ કોઈ મોટો ખેલ હોવાની સાક્ષી પૂરે છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસમાં સંગઠનાત્મક સ્તરે તણાવ ચરમસીમાએ હતો. ટીએમસીના ૨[[ લોકસભા અને ૧૩ રાજ્યસભા સાંસદોના મજબૂત ગઢમાંથી અત્યાર સુધીમાં ૩ દિગ્ગજ સભ્યોએ સત્તાવાર રાજીનામાં ધરી દીધા છે, જેણે મમતા બેનર્જીની ચિંતામાં રાતોરાત વધારો કરી દીધો છે.
૧૯ સાંસદોના હસ્તાક્ષર: સ્પીકર ઓમ બિરલા સમક્ષ અલગ જૂથનો દાવો
બળવાખોર જૂથના અગ્રણી સાંસદ જગદીશચંદ્ર બર્મા બાસુનિયાએ એક સનસનાટીભર્યો દાવો કરતા જણાવ્યું છે કે, તેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને આ અંગેનું એક સત્તાવાર મેમોરેન્ડમ (પત્ર) સુપરત કરી દીધું છે. આગામી સોમવારે બળવાખોર જૂથના તમામ સાંસદો સ્પીકરને રૂબરૂ મળીને લોકસભામાં 'વાસ્તવિક તૃણમૂલ સંસદીય પક્ષ' તરીકે અલગ જૂથ બનાવવાની અને તેને કાનૂની માન્યતા આપવાની ઔપચારિક માંગ કરશે. બળવાખોર છાવણીના મતે, હાલમાં ૧૯ સાંસદોએ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરી દીધા છે અને આગામી રણનીતિ નક્કી કરવા માટે વધુ ૨૦ સાંસદો ગમે ત્યારે દિલ્હી કૂચ કરી શકે છે.
યૂસુફ પઠાન અને રચના બેનર્જી સહિતના હસ્તાક્ષરોની તપાસ કરવા કુણાલ ઘોષની માંગ
બીજી તરફ, આ આકસ્મિક આફતથી ચોંકી ઉઠેલા ટીએમસીના મુખ્ય પ્રવક્તા કુણાલ ઘોષે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ હસ્તાક્ષરો પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે લોકસભા સચિવાલયના સત્તાવાર રેકોર્ડ સાથે આ સહીઓની ચકાસણી (વેરિફિકેશન) કરવાની ઉગ્ર માંગ કરી છે. બળવાખોરોની યાદીમાં જે હાઈ-પ્રોફાઈલ સાંસદોના નામ અને સહી હોવાનો દાવો કરાયો છે, તેમાં કાકોલી ઘોષ દસ્તીદાર, શતાબ્દી રોય, બાપી હલદર, શર્મિલા સરકાર, પ્રસૂન બંદોપાધ્યાય, જગદીશ ચંદ્ર બર્મા બાસુનિયા, અસિત કુમાર માલ, અરૂપ ચક્રવર્તી, રચના બેનર્જી, સયોની ઘોષ, ખલીલુર રહેમાન, અબુ તાહેર ખાન, પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ, મિતાલી બાગ, માલા રોય, કાલીપદ સોરેન, દીપક અધિકારી (સુપરસ્ટાર દેવ), જૂન માલિયા અને પાર્થ ભૌમિક જેવા દિગ્ગજોના નામ શામેલ છે.
મહુઆ મોઇત્રાનો વળતો પ્રહાર તો કીર્તિ આઝાદે લગાવ્યો 'ઓપરેશન લોટસ'નો આરોપ
આ ભંગાણ વચ્ચે મમતા બેનર્જીના વફાદાર ગણાતા સાંસદ મહુઆ મોઇત્રાએ બળવાખોરોના તમામ દાવાઓને ફગાવી દેતા કાયદાકીય દાવ ખેલ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતીય બંધારણના ૯૧મા સુધારા (૨૦૦૩) પછી, ગૃહની અંદર કોઈ પણ પક્ષમાંથી અલગ પડેલા કોઈ પેટા-વિભાગ કે અલગ જૂથને કાયદેસર રીતે માન્યતા આપી શકાતી નથી, તેથી આ બળવો ગેરબંધારણીય છે.
જ્યારે ટીએમસી સાંસદ કીર્તિ આઝાદે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો છે કે, ભાજપ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સીધા માર્ગદર્શન હેઠળ બંગાળમાં 'ઓપરેશન લોટસ' ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે દાવો કર્યો કે ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને પશ્ચિમ બંગાળના મુખ્ય વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારી દ્વારા પ્રકાશ ચિક બરૈક સહિતના નેતાઓ સાથે મુલાકાતો કરીને ટીએમસીના સાંસદો અને ધારાસભ્યોનો શિકાર કરવાનો આ એક સુનિયોજિત રાજકીય ખેલ છે, પરંતુ તે ક્યારેય સફળ થશે નહીં. હાલમાં આ આંતરિક યુદ્ધે પશ્ચિમ બંગાળની સત્તાના સમીકરણો રોમાંચક વળાંક પર લાવી દીધા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
