હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"અખિલેશ જી, જો તમારાથી ન સુધરે તો સમર્થકોને અમને સોંપી દો, અમે સીધા દોર કરી દઈશું": યોગી આદિત્યનાથનો સણસણતો પ્રહાર
અખિલેશ યાદવની પુત્રી અદિતિ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી કરનારાઓ સામે UP પોલીસની મોટી એક્શન: કાનપુરમાં FIR નોંધાયા બાદ સીએમ યોગીએ લલકાર્યા : દીકરીઓના સન્માન સાથે ખીલવાડ કરનારા તત્વોને સરકાર પોતાની સ્ટાઈલમાં ભણાવશે પાઠ

લખનૌ: ઉત્તર પ્રદેશના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો આવી ગયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી ના વડા અખિલેશ યાદવ પર આકરા પ્રહારો કરતા સાફ શબ્દોમાં ચેતવણી આપી છે કે, બીજાને જ્ઞાન વહેંચતા પહેલા તેમણે પોતાના સમર્થકોને શિષ્ટાચાર અને મર્યાદાની ભાષા શીખવવી જોઈએ. કાનપુરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અખિલેશ યાદવની પુત્રી અદિતિ યાદવ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કથિત રીતે મોર્ફ કરેલા ફોટા અને ભ્રામક પોસ્ટ વાયરલ કરવાના મામલે FIR નોંધાયા બાદ સીએમ યોગી એક્શન મોડમાં આવ્યા છે. તેમણે જાહેર મંચ પરથી લલકારતા કહ્યું કે, "અખિલેશ જી, તમારા અનુયાયીઓને ભાષા પર કાબૂ રાખવાની સલાહ આપો. જો તમે તેમને સમજાવી શકતા નથી, તો તેમને અમને સોંપી દો; અમારી સરકાર તેમને યોગ્ય રીતે પાઠ ભણાવતા સારી રીતે જાણે છે."
મુખ્યમંત્રીએ આ મામલાને અત્યંત ગંભીર ગણાવતા સ્પષ્ટ કર્યું કે ભારતીય સંસ્કૃતિમાં દીકરીઓનું સન્માન સર્વોપરી છે અને આ વિષય પર કોઈ પણ પ્રકારની રાજનીતિ કે ભેદભાવ સહન કરવામાં નહીં આવે. તેમણે ઉમેર્યું કે ગામડાની છોકરી આખા ગામની દીકરી સમાન હોય છે. અદિતિ યાદવ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓ કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં. યોગી આદિત્યનાથે દાવો કર્યો કે તેમની સરકાર દીકરીઓની સુરક્ષા અને શિક્ષણ માટે કટિબદ્ધ છે અને જન્મથી લઈને ગ્રેજ્યુએશન સુધી તેમના ઉત્થાન માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે, તેથી મહિલા વિરોધી માનસિકતા ધરાવતા તત્વો સામે કડક કાર્યવાહી નિશ્ચિત છે.
આ સમગ્ર વિવાદની વાત કરીએ તો, એડવોકેટ્સ એસોસિએશનના રાષ્ટ્રીય સચિવ પ્રવીણ યાદવની ફરિયાદના આધારે કાનપુર પોલીસે આ કેસમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપ છે કે ૯ જૂનના રોજ સોશિયલ મીડિયા પર અદિતિ યાદવની છબી ખરાબ કરવાના ઈરાદાથી વાંધાજનક અને ખોટા દાવા વાયરલ કરાયા હતા. બીજી તરફ, અખિલેશ યાદવે પણ પલટવાર કરતા 'બનાવટી એન્કાઉન્ટર' નો મુદ્દો ઉઠાવી સપા સરકાર આવ્યે તપાસ કરાવવાની વાત કહી છે. જોકે, હાલ તો દીકરીના સન્માનના મુદ્દે યોગી સરકારે કડક વલણ અપનાવી વિરોધીઓને બેકફૂટ પર લાવી દીધા છે અને સમગ્ર યુપીમાં આ રાજકીય જંગ ચર્ચાનો વિષય બન્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
