હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૈશ્વિક મંચ પર ભારતની મજબૂત ધાક : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાના છ દિવસીય પ્રવાસે રવાના
ફ્રાન્સમાં જી-૭ શિખર સંમેલન દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇમેન્યુઅલ મેક્રોન સાથે યોજાશે દ્વિપક્ષીય વાર્તા : ગ્લોબલ સાઉથનો અવાજ બનશે ભારત

નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શનિવારે ફ્રાન્સ અને સ્લોવાકિયાના છ દિવસના મહત્વપૂર્ણ સત્તાવાર વિદેશ પ્રવાસે રવાના થયા છે. આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન વડાપ્રધાન ફ્રાન્સમાં યોજાનારા જી-૭ શિખર સંમેલનમાં વિશેષ ભાગ લેશે. વૈશ્વિક કૂટનીતિની દૃષ્ટિએ આ પ્રવાસ અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ખાસ બેઠક યોજાવાની છે, જેની પુષ્ટિ વ્હાઇટ હાઉસ દ્વારા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પણ દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા કરશે.
વિદેશ પ્રવાસે રવાના થતાં પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતની વ્યૂહાત્મક દૃષ્ટિએ ફ્રાન્સ એક ઘણું વિશેષ અને મહત્વનું સ્થાન ધરાવે છે. ચાલુ વર્ષની શરૂઆતમાં જ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની ભારત મુલાકાત દરમિયાન બંને દેશોના પરસ્પર સંબંધોને 'સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ' સુધી લઈ જવામાં આવ્યા હતા. આ પ્રવાસના પ્રથમ ચરણમાં ૧૪ જૂનના રોજ વડાપ્રધાન ફ્રાન્સના નાઇસ શહેરમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મળીને 'ભારત ઇનોવેટ્સ' કાર્યક્રમનું સંયુક્ત ઉદ્ઘાટન કરશે, જે ભારત-ફ્રાન્સ ઇનોવેશન વર્ષ હેઠળની એક મોટી પહેલ છે. આ મંચ પર ભારતનું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિફેન્સ, સ્પેસ અને ક્લીન એનર્જી ક્ષેત્રની પ્રગતિ પ્રદર્શિત કરાશે.
પ્રવાસના આગામી તબક્કામાં વડાપ્રધાન સ્લોવાકિયાની મુલાકાત લેશે. વર્ષ ૧૯૯૩માં ચેક ગણરાજ્યથી અલગ થયા બાદ સ્લોવાકિયાની આ કોઈ ભારતીય વડાપ્રધાનની સર્વપ્રથમ રાજકીય યાત્રા હશે. બ્રાતિસ્લાવામાં તેઓ સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ પેલ્લેગ્રીની અને વડાપ્રધાન રોબર્ટ ફિકો સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે તેમજ બંને દેશોના અગ્રણી વ્યાપારી નેતાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજશે. ત્યારબાદ ૧૬ અને ૧૭ જૂનના રોજ વડાપ્રધાન ઇવિયનમાં આયોજિત જી-૭ શિખર સંમેલનમાં હાજરી આપશે. ભારતને સતત આઠમી વખત જી-૭ સંમેલનમાં આમંત્રિત કરવામાં આવ્યું છે, જે વૈશ્વિક સ્તરે ભારતની વધતી જતી શાખ દર્શાવે છે. અહીં વડાપ્રધાન ગ્લોબલ સાઉથનો સશક્ત અવાજ બનશે.
આ પ્રવાસ દરમિયાન ખાસ કરીને ભારત અને અમેરિકા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પર આખા વિશ્વની નજર મંડાયેલી છે. હાલના વૈશ્વિક સમીકરણો અને રશિયા પાસેથી તેલ ખરીદી અંગે અમેરિકાનું દબાણ, વિઝા નિયમો તેમજ સમુદ્રમાં ભારતીય નાવિકો પર થયેલા હુમલા જેવા સંવેદનશીલ મુદ્દાઓ વચ્ચે આ બેઠક અતિ મહત્વની સાબિત થશે. પ્રવાસના અંતિમ ચરણમાં ૧૮ જૂને વડાપ્રધાન પેરિસ પહોંચશે અને ત્યાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથે યુરોપના સૌથી મોટા ટેકનોલોજી સમેલન 'વિવાટેક ૨૦૨૬' ની મુલાકાત લેશે, જેમાં આ વર્ષે ભારત તરફથી સૌથી મોટું નેશનલ પેવેલિયન ઊભું કરવામાં આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
