હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આંતરરાષ્ટ્રીય કાવતરાનો પર્દાફાશ: દેવબંદથી પાકિસ્તાની ISI ના સંપર્કમાં રહેલા ‘સ્લીપર સેલ’નો સભ્ય ઝડપાયો!
સોશિયલ મીડિયા દ્વારા ભારતીય યુવાનોને ઉશ્કેરવાનું મોટું નેટવર્ક: ભોપાલના મુખ્ય આરોપીની ધરપકડ બાદ એટીએસની તપાસ દેવબંદ સુધી પહોંચી, ડિજિટલ પુરાવાઓએ ખોલી પોલ

દેવબંદ : દેશની સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી પ્રવૃત્તિઓ સામે મોટી સફળતા મેળવતા ઉત્તર પ્રદેશના દેવબંદમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. આ વ્યક્તિ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સમર્થિત ઓનલાઇન નેટવર્ક સાથે જોડાયેલો હોવાનો ગંભીર આરોપ છે. મધ્ય પ્રદેશ એટીએસ (ATS) દ્વારા ભોપાલથી ૩૪ વર્ષીય મોહમ્મદ ફરાઝ ઉર્ફે ખાલિદ સૈફુલ્લાહની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના દેવબંદ સુધી પહોંચ્યો હતો, જ્યાંથી ફરાઝના ખાસ મદદગારને દબોચી લેવામાં આવ્યો છે.
તપાસકર્તાઓના મતે, આ આખું નેટવર્ક વર્ષોથી એન્ક્રિપ્ટેડ મેસેજિંગ પ્લેટફોર્મ્સ જેવા કે વોટ્સએપ અને ટેલિગ્રામ પર સક્રિય હતું. પકડાયેલા આરોપીઓનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય યુવાનોને કટ્ટરપંથી બનાવવાનો અને પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ સાથે સીધો સંપર્ક કરાવીને તેમને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે તૈયાર કરવાનો હતો.
ઓનલાઇન કટ્ટરપંથીકરણનો ખતરનાક ખેલ
તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે ફરાઝ છેલ્લા ૫ થી ૬ વર્ષથી દેવબંદમાં રહેતા આ શખ્સના સતત સંપર્કમાં હતો. આ સહાયકે જ ફરાઝને પાકિસ્તાની હેન્ડલર્સ સાથે પરિચય કરાવ્યો હતો એટલું જ નહીં, તેને "ખાલિદ સૈફુલ્લાહ" જેવું નવું નામ પણ આપ્યું હતું. આ નામ એક મૃત પાકિસ્તાની આતંકવાદી પરથી રાખવામાં આવ્યું હતું, જેનું કામ ઓનલાઇન વર્તુળોમાં પોતાની ઓળખ ઉભી કરવાનું હતું.
સુરક્ષા એજન્સીઓનો દાવો છે કે, આ મોડ્યુલ દ્વારા લોકોમાં ડર પેદા કરવા માટે લક્ષિત હુમલાઓ (Targeted Attacks) કરવાની સંભાવનાઓ પણ તપાસવામાં આવી રહી હતી. આરોપીઓને પાસપોર્ટ કઢાવવા અને વિદેશ જવાની તૈયારીઓ રાખવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવતા હતા, જે તેમના કોઈ મોટા કાવતરાનો સંકેત આપે છે.
ડિજિટલ ઉપકરણોમાંથી મળ્યા જેહાદી સાહિત્યના પુરાવા
એટીએસ દ્વારા જ્યારે ફરાઝની ધરપકડ બાદ શોધખોળ કરવામાં આવી, ત્યારે તેના પાસેથી અનેક ડિજિટલ ઉપકરણો મળી આવ્યા હતા. આ ઉપકરણોમાં જેહાદી પ્રકૃતિનું સાહિત્ય, ઉગ્રવાદી પ્રચાર સામગ્રી અને નેટવર્કની કાર્યપદ્ધતિ અંગેની મહત્વપૂર્ણ વિગતો મળી આવી છે. આ સામગ્રી સુરક્ષા એજન્સીઓ માટે કડીરૂપ સાબિત થઈ રહી છે.
હાલમાં, ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૫૨ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ ભોપાલના એસટીએફ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. તપાસકર્તાઓ હવે તે દિશામાં તપાસ આગળ વધારી રહ્યા છે કે આ નેટવર્કની જાળ દેશના અન્ય કયા રાજ્યોમાં ફેલાયેલી છે અને તેમાં કેટલા વધુ યુવાનો સામેલ હોઈ શકે છે. આ ઓપરેશન બાદ સમગ્ર પશ્ચિમ યુપીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
