News of Sunday, 14th June 2026
સાંસદ પૂનમબેન માડમના માતાનું દુઃખદ અવસાન થતાં માડમ પરિવારમાં શોકનુ મોજું
સાંજે ૪:૩૦ કલાકે તેમની અંતિમયાત્રા નીકળી: અંતિમ વિદાય સમયે સાંસદ પૂનમબેન માડમે પોતાની માતાને ખંભો આપી ભાવુક થયા

જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમના માતૃશ્રીનું દુઃખદ અવસાન થતાં માડમ પરિવારમાં શોકનુ મોજું ફેલાયું છે આજે સાંજે ૪:૩૦ કલાકે તેમની અંતિમયાત્રા નીકળી હતી
અંતિમ વિદાય સમયે સાંસદ પૂનમબેન માડમે પોતાની માતાને ખંભો આપી ભાવુક થયા હતા અંતિમયાત્રામાં જામનગર ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં શુભેચ્છકો જોડાયા હતા
જામનગર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપરાંત સામાજિક - રાજકીય અગ્રણીઓ જોડાયા હતા
માતૃશ્રીના નિધનથી પૂનમબેનના પરિવારજનોમાં તેમજ રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોક ફેલાયો છે
અગ્નિદાહ આપતી વેળાએ પૂનમબેન માડમ ભાવુક થયા હતા
રિલાયન્સના ધનરાજભાઈ નથવાણી, રાજ્યસભાના સાંસદ જીતેન્દ્ર કણજારીયા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુ બેરા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિતના અગ્રણીઓ અંતિમ સંસ્કાર વખતે ઉપસ્થિત રહ્યા હતા ( તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર )
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
