<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

ભારતમાં 5G નેટવર્કના વિસ્તરણ બાદ હવે 5.5G માટે તૈયારી: 10 ગણી વધુ સ્પીડ, ઝીરો બફરિંગ, ઓછી લેટન્સી અને AI આધારિત કનેક્ટિવિટી આપશે

Jio અને Airtel જેવી ટેલિકોમ કંપનીઓ આ નવી સેવા શરૂ કરવાની તૈયારીમાં: જોકે, તેનો લાભ લેવા માટે આધુનિક સ્માર્ટફોન અને યોગ્ય સોફ્ટવેર સપોર્ટ જરૂરી રહેશે.

ભારતમાં ટેલિકોમ ક્ષેત્ર ઝડપથી વિકાસ કરી રહ્યું છે. 5G નેટવર્કના વિસ્તરણ બાદ હવે દેશની અગ્રણી ટેલિકોમ કંપનીઓ 5.5G ટેકનોલોજી લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ નવી ટેકનોલોજી 5G અને ભવિષ્યના 6G નેટવર્ક વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરશે. ખાસ વાત એ છે કે 5.5G Usersને વધુ ઝડપી ઇન્ટરનેટ, ઓછી લેટન્સી અને સ્માર્ટ કનેક્ટિવિટીનો અનુભવ કરાવશે. Jio અને Airtel જેવી કંપનીઓ ભારતમાં તબક્કાવાર રીતે 5.5G સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. જોકે, તેનો લાભ લેવા માટે Users પાસે યોગ્ય સ્માર્ટફોન અને જરૂરી ટેકનિકલ સપોર્ટ હોવો જરૂરી રહેશે.

ટેક્નિકલ ભાષામાં 5.5G ને 5G-એડવાન્સ્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ કોઈ સંપૂર્ણ નવી ટેકનોલોજી નથી, પરંતુ વર્તમાન 5G નેટવર્કનું વધુ શક્તિશાળી અને અદ્યતન સંસ્કરણ છે. જેમ સ્માર્ટફોનના સામાન્ય મોડેલની સામે "પ્રો" અથવા "પ્લસ" વર્ઝન વધુ સુવિધાઓ આપે છે, તેવી જ રીતે 5.5G પણ 5G કરતાં વધુ ઝડપ, વધુ સ્થિરતા અને વધુ સ્માર્ટ કામગીરી પ્રદાન કરશે. આ ટેકનોલોજીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ , અદ્યતન એન્ટેના સિસ્ટમ અને આધુનિક સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવશે.

સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ હાલમાં ઉપલબ્ધ 5G નેટવર્ક સામાન્ય રીતે 1 Gbps સુધીની ડાઉનલોડ સ્પીડ આપે છે. જ્યારે 5.5G ટેકનોલોજી 10 Gbps સુધીની ડાઉનલોડ સ્પીડ અને 1 Gbps સુધીની અપલોડ સ્પીડ પ્રદાન કરી શકે છે. એટલે કે Usersને અત્યાર કરતાં અનેકગણું ઝડપી ઇન્ટરનેટ મળશે.

5.5Gમાં લેટન્સી માત્ર 1 મિલિસેકન્ડ સુધી ઘટાડી શકાય છે. પરિણામે ઓનલાઈન ગેમિંગ , લાઈવ સ્ટ્રીમિંગ અને વિડિયો કોલિંગ વધુ સરળ અને વિલંબ વગર થશે.

5.5G નેટવર્કમાં AI ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ Usersની જરૂરિયાત મુજબ ડેટા અને સ્પીડનું બુદ્ધિપૂર્વક સંચાલન કરી શકે છે, જેથી નેટવર્ક વધુ કાર્યક્ષમ બને છે.

આ ટેકનોલોજી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ઉપકરણોને વધુ સારી રીતે સપોર્ટ કરશે. બેટરી વગર કામ કરતા નાના સેન્સર અને સ્માર્ટ ગેજેટ્સ પણ સરળતાથી નેટવર્ક સાથે જોડાઈ શકશે.

5.5Gનો લાભ લેવા માટે ખાસ સેટિંગ્સ કરવાની જરૂર નથી, પરંતુ કેટલીક મહત્વપૂર્ણ શરતો પૂરી કરવી પડશે. સૌપ્રથમ, તમારા સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 8 Gen 3 અથવા  મીડિયાટેક ડાયમેન્સિટી 9300/8300 એક્સ્ટ્રીમ 9300/8300 Extreme) જેવી નવીનતમ ચિપસેટ હોવી જરૂરી છે. બીજું, ફોન ઉત્પાદક દ્વારા 5.5G સપોર્ટ માટે સોફ્ટવેર અપડેટ આપવામાં આવશે. અપડેટ મળ્યા પછી આ સુવિધા સક્રિય થઈ શકશે. ત્રીજું, ફોનના સેટિંગ્સમાં જઈને Settings > Mobile Network > SIM > Preferred Network Type હેઠળ "5G Auto" વિકલ્પ પસંદ કરવો પડશે.

ટેલિકોમ કંપનીઓ નેટવર્ક સ્લાઈસિંગ અને કેરિયર એગ્રિગેશન જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ધીમે ધીમે 5.5G સેવા શરૂ કરશે. જેમ જેમ તમારા વિસ્તારમાં આ સેવા ઉપલબ્ધ થશે, તેમ તમે વધુ ઝડપી અને સ્માર્ટ ઇન્ટરનેટનો અનુભવ કરી શકશો. ભારતમાં 5.5Gનું આગમન ડિજિટલ કનેક્ટિવિટીના નવા યુગની શરૂઆત માનવામાં આવી રહ્યું છે. આ ટેકનોલોજી માત્ર વધુ ઝડપ જ નહીં, પરંતુ ભવિષ્યના 6G નેટવર્ક માટે પણ મહત્વપૂર્ણ પાયો તૈયાર કરશે.

(7:49 PM IST)