<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

આસામ સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આધાર કાર્ડ જારી કરવાની પ્રક્રિયા પર રોક લગાવી

અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ચા બગીચા સમુદાય સાથે જોડાયેલા લોકોને માર્ચ 2027 સુધી આધાર કાર્ડ આપવામાં આવતા રહેશે

આસામ સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આધાર કાર્ડ જારી કરવાની પ્રક્રિયા પર રોક લગાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુથ્યમંત્રી હિમંતા બિસવા સરમાએ  કેબિનેટની બેઠક બાદ આ અંગે માહિતી આપી હતી. જોકે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ચા બગીચા સમુદાય સાથે જોડાયેલા લોકોને માર્ચ 2027 સુધી આધાર કાર્ડ આપવામાં આવતા રહેશે. રાજ્ય સરકારના આ નિર્ણયને લઈને વિવિધ સ્તરે ચર્ચાઓ શરૂ થઈ છે. કેબિનેટના નિર્ણય બાદ હવે તેના અમલીકરણ માટેની પ્રક્રિયા હાથ ધરાશે.

(8:41 PM IST)