News of Sunday, 14th June 2026
ચોમાસું માત્ર 9 દિવસના ટૂંકા ગાળામાં દેશના 19 રાજ્યો પહોંચ્યું :8 રાજ્યોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અત્યંત સક્રિય:રાજસ્થાન સહિત 9 રાજ્યોમાં વરસાદ
ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આ આંધી-વંટોળ આફત બનીને ત્રાટક્યું

નવી દિલ્હી :દેશભરમાં હવામાનનો મિજાજ ઝડપથી બદલાઈ રહ્યો છે. દેશના 8 રાજ્યોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અત્યંત સક્રિય થઈ ગઈ છે, જ્યારે રાજસ્થાન સહિત 9 રાજ્યોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આ આંધી-વંટોળ આફત બનીને ત્રાટક્યું છે, જેમાં યુપી અને એમપીમાં જુદી-જુદી દુર્ઘટનાઓમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. 4 જૂને કેરળમાં દસ્તક દીધા બાદ, ચોમાસું માત્ર 9 દિવસના ટૂંકા ગાળામાં દેશના 19 રાજ્યો સુધી પહોંચી ચૂક્યું છે.
ગુજરાત માટે હવામાન વિભાગ અને લેટેસ્ટ સ્થિતિ મુજબ નીચે મુજબની મહત્વની વિગતો સામે આવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં હજુ પણ અસહ્ય ગરમીનો પ્રકોપ યથાવત છે. ગુજરાતના ભાવનગરમાં મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જેના કારણે સ્થાનિક લોકો બફારા અને કાળઝાળ ગરમીથી પરેશાન છે.
હવામાન વિભાગના સત્તાવાર અહેવાલ મુજબ, આગામી 14 જૂનથી 5 જુલાઈની વચ્ચે ચોમાસું ગુજરાતમાં વિધિવત રીતે પ્રવેશી જશે. આ જ સમયગાળા દરમિયાન મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં પણ મોન્સૂનની એન્ટ્રી થઈ જશે.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
