<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

પ્રી-મોન્સૂન વાવાઝોડાને કારણે ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં ભારે નુકસાન: અનેક લોકોના મોત

યુપીના ઉન્નાવ અને ગાજીપુરમાં વીજળી પડવાના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા:કાસગંજમાં મકાનની છત ધરાશાયી થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત :ચુરૂમાં આંધીના કારણે મકાનની દીવાલ પડતાં એક જ પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાયા

નવી દિલ્હી : પ્રી-મોન્સૂન વાવાઝોડાને કારણે ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં ભારે નુકસાન થયું છે યુપીના ઉન્નાવ અને ગાજીપુરમાં વીજળી પડવાના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે કાસગંજમાં એક મકાનની છત ધરાશાયી થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા છે.  જ્યારે મધ્યપ્રદેશના પાટનગર ભોપાલ સહિત ચાર જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેમાં એમ્બ્યુલન્સ પર ઝાડ પડવાની અને વીજ વાયરો તૂટવાની ઘટનાઓ સામે આવી છે. રાજસ્થાનના ચુરૂમાં આંધીના કારણે મકાનની દીવાલ પડતાં એક જ પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાયા હતા, જેમને હોસ્પિટલ ખસેડાયા છે. 

 હવામાન વિભાગના સત્તાવાર અહેવાલ મુજબ, આગામી 14 જૂનથી 5 જુલાઈની વચ્ચે ચોમાસું ગુજરાતમાં વિધિવત રીતે પ્રવેશી જશે. આ જ સમયગાળા દરમિયાન મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં પણ મોન્સૂનની એન્ટ્રી થઈ જશે.

(8:47 PM IST)