તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Sunday, 14th June 2026
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક વૈશ્વિક સ્તરની અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉમેરો:વિશેષ ‘ટનલ હૂડ્સ’લગાવાશે
દેશમાં પ્રથમ વખત રેલવે ટનલ્સ માટે ખાસ પ્રકારના ટનલ હૂડ્સનું ડિઝાઈનિંગ અને અમલીકરણ: મહારાષ્ટ્રની 7 અને ગુજરાતની 1 મળીને કુલ 8 પર્વતીય ટનલોના બંને છેડાઓ પર આ વિશેષ ‘ટનલ હૂડ્સ’ લગાવાશે: હૂડ્સની વિશેષ બારી ડિઝાઈન હવાનું પ્રેશર સેકન્ડોમાં ગાયબ કરી દેશે

દેશના સૌથી મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક વૈશ્વિક સ્તરની અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉમેરો થયો. દેશમાં પ્રથમ વખત રેલવે ટનલ્સ માટે ખાસ પ્રકારના ટનલ હૂડ્સનું ડિઝાઈનિંગ અને અમલીકરણ કરવામાં આવ્યુ. જેમાં મહારાષ્ટ્રની 7 અને ગુજરાતની 1 મળીને કુલ 8 પર્વતીય ટનલોના બંને છેડાઓ પર આ વિશેષ ‘ટનલ હૂડ્સ’ લગાવવાની કામગીરી યુદ્ધના ધોરણે તેજ ગતિએ શરૂ કરી દેવામાં આવી છે
વલસાડમાં 31 મીટર લાંબા ટનલ હૂડને 20 બારીઓ હશે. આ ટેક્નોલોજીથી બુલેટ ટ્રેન ટનલમાંથી પસાર થશે ત્યારે કાન ફાડી નાખતો અવાજ નહીં થાય અને પર્વતીય વિસ્તારોમાં ટ્રેનની ગતિ અને સલામતી જાળવી રાખવા માટે આ ટેક્નોલોજી આશીર્વાદરૂપ સાબિત થશે. આ હૂડ્સની વિશેષ બારી ડિઝાઈન હવાનું પ્રેશર સેકન્ડોમાં ગાયબ કરી દેશે. જેના કારણે અવાજ નહીં થાય. આ સાથે આ હૂડ્સ માત્ર અવાજ જ નહીં પરંતુ ટ્રેનની એરોડાયનેમિક્સ સ્થિરતા વધારીને ઈંધણ અને ઊર્જાની પણ બચત કરશે.
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
