News of Sunday, 14th June 2026
ગમે તે ઘડીએ હવે અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર થઈ જશે ફોક્સ ન્યૂઝનો અહેવાલ: ફ્રીઝ કરાયેલા ઈરાનના ૨૫ અબજ ડોલર છૂટા થશે, બેરૂત હુમલા મુદ્દે ટ્રમ્પે નેતન્યાહુનો ઉધડો લીધો : ૩૦ દિવસની અંદર અમેરિકા પોતાનું નેવલ બ્લોકેડ હટાવી લેશે, તેમજ ઈરાન પર લાગુ વર્તમાન આર્થિક પ્રતિબંધોને હંગામી ધોરણે સ્થગિત કરી તેને ખુલ્લા બજારમાં ક્રૂડ ઓઇલ વેચવાની મંજૂરી આપશે
બદલામાં ઈરાન હોર્મુઝની સામુદ્રધુની તાત્કાલિક ખોલશે અને ભવિષ્યમાં ક્યારેય પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન નહિ કરવા સહમત થયું: ૬૦ દિવસમાં પરમાણુ કાર્યક્રમ અંગે આખરી નિર્ણય લેવાશે

વોશિંગ્ટન/તેહરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક વચગાળાના શાંતિ કરાર પર સહમતિ સધાઈ રહી છે, જેના પર ફોક્સ ન્યુઝના અહેવાલ મુજબ આગામી બે થી ત્રણ કલાકમાં જ હસ્તાક્ષર થવાની પ્રબળ સંભાવના છે. આ સમજૂતી હેઠળ અમેરિકા આગામી ૩૦ દિવસની અંદર પોતાનું નેવલ બ્લોકેડ હટાવી લેશે, તેમજ ઈરાન પર લાગુ વર્તમાન આર્થિક પ્રતિબંધોને હંગામી ધોરણે સ્થગિત કરી તેને ખુલ્લા બજારમાં ક્રૂડ ઓઇલ વેચવાની મંજૂરી આપશે.
સૌથી મોટી રાહત રૂપે ઈરાનના ૨૫ અબજ ડોલરના ફ્રીઝ થયેલા ફંડને રોકડ સ્વરૂપે મુક્ત કરવામાં આવશે. બદલામાં ઈરાન હોર્મુઝની સામુદ્રધુની તાત્કાલિક ખોલશે અને ભવિષ્યમાં ક્યારેય પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન નહિ કરવા સહમત થયું છે. ૬૦ દિવસમાં પરમાણુ કાર્યક્રમ અંગે આખરી નિર્ણય લેવાશે.
જોકે, આ ઐતિહાસિક શાંતિ કરારની અંતિમ તૈયારીઓ વચ્ચે જ ઇઝરાયેલે લેબનોનના બેરૂત પર હુમલો કરતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારે રોષે ભરાયા છે.
ટ્રમ્પે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ફોન પર કડક શબ્દોમાં પૂછ્યું હતું કે, "તમે આ શું કરી રહ્યા છો?" ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ હુમલાને બિલકુલ અર્થહીન ગણાવી, તમામ પક્ષોને શાંતિ પ્રક્રિયામાં અવરોધ ન ઉભો કરવા અને હુમલાઓ રોકવા સ્પષ્ટ ચેતવણી આપી છે.*
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
