News of Sunday, 14th June 2026
મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા: ઇઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહના કમાન્ડરનું મોત, ઈરાનના ભયાનક મિસાઈલ હુમલાની દહેશતથી ઇઝરાયેલમાં હાઈ એલર્ટ, તમામ બંકરો ખોલાયા

તેલ અવીવ/બેરૂત: એક તરફ અમેરિકા શાંતિના પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ઇઝરાયેલે લેબનોનના દહીયેહ વિસ્તારમાં કરેલા એક અત્યંત ચોક્કસ અને ઘાતક હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટોચના સિનિયર કમાન્ડર અલી અલ-હજ્જનું મોત નીપજ્યું છે. આ હુમલા બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઇઝરાયેલની સેના (IDF) અને વિવિધ ગુપ્તચર એજન્સીઓ આગામી થોડા જ કલાકોમાં ઈરાન અને હિઝબુલ્લાહ તરફથી મોટા અને ભયાનક મિસાઈલ હુમલાની આશંકા સેવી રહી છે. લેબનોન બોર્ડર નજીક ઇઝરાયેલની હદમાં કેટલાક શંકાસ્પદ હવાઈ ટાર્ગેટ પણ ત્રાટક્યા હોવાના સત્તાવાર અહેવાલો છે, જોકે તેમાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. તોળાઈ રહેલા ઇરાની હુમલાના ભયને પગલે ઇઝરાયેલના હોમ ફ્રન્ટ કમાન્ડે પોતાની ગાઈડલાઈન વધુ કડક બનાવી છે અને દેશભરમાં ૫,૦૦૦થી વધુ લોકોના એકઠા થવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દીધો છે. રામત ગાન મ્યુનિસિપાલિટી સહિતના સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં મેયરના વિશેષ આદેશથી લોકોના રક્ષણ માટે સાર્વજનિક શેલ્ટર્સ (બંકરો) તાત્કાલિક ધોરણે ખોલી નાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લોકોને સાયરન વાગતા જ કોઈ પણ જાતના વિલંબ વિના સુરક્ષિત સ્થળોએ પહોંચી જવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.*
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
