<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

પુતિનને મોટો ફટકો :રશિયાના પ્રતિબંધિત ઓઇલ ટેન્કર 'સ્મિર્ટોસ'ને ઘેરી બ્રિટિશ કમાન્ડોએ તેના પર કબજો કર્યો

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે વૈશ્વિક રાજકારણમાં એક નવો વળાંક :બ્રિટિશ સૈન્યે રશિયાને આર્થિક રીતે નબળું પાડવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે વૈશ્વિક રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે. બ્રિટિશ સૈન્યે રશિયાને આર્થિક રીતે નબળું પાડવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ઇંગ્લિશ ચેનલમાં રશિયાના પ્રતિબંધિત ઓઇલ ટેન્કર 'સ્મિર્ટોસ'ને ઘેરીને બ્રિટિશ કમાન્ડોએ તેના પર કબજો મેળવી લીધો છે, જેનાથી પુતિનની યુદ્ધ મશીનરીને મોટો આર્થિક ફટકો પડવાની આશંકા છે.

બ્રિટનના વડાપ્રધાન કીયર સ્ટારમરે રવિવારે આ સૈન્ય ઓપરેશનની વાત કરતા જણાવ્યું કે, રશિયાની 'શેડો ફ્લીટ' વિરુદ્ધ આ એક નિર્ણાયક સુરક્ષા અભિયાન હતું, જે અંદાજે છ કલાક સુધી ચાલ્યું હતું. બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રોયલ મરીન કમાન્ડો, સશસ્ત્ર દળો અને નેશનલ ક્રાઇમ એજન્સીના વિશેષ અધિકારીઓએ આકાશમાંથી બ્રિટિશ વાયુસેના (RAF) ના સમર્થન સાથે આંતરરાષ્ટ્રીય જળસીમામાં ઓઇલ ટેન્કર પર દરોડો પાડ્યો હતો.

ફ્રાન્સના નજીકના સહયોગથી ચલાવવામાં આવેલા આ ઓપરેશન બાદ હાલમાં ટેન્કરને ઇંગ્લેન્ડના દક્ષિણ તટ પર કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે અને તેના દસ્તાવેજો તેમજ માલિકીના નેટવર્કની તપાસ થઈ રહી છે. સંરક્ષણ પ્રધાન ડેન જાર્વિસે સ્પષ્ટ કર્યું કે રશિયા પ્રતિબંધોથી બચવા અને યુદ્ધ માટે ભંડોળ એકત્ર કરવા 700 થી વધુ ગુપ્ત જહાજોની આ 'શેડો ફ્લીટ' નો ઉપયોગ કરે છે, જેના 75% હિસ્સા પર બ્રિટન પહેલેથી જ પ્રતિબંધો લગાવી ચૂક્યું છે. બ્રિટન સરકારનો આ આકરો નિર્ણય પુતિનને આર્થિક રીતે પાયમાલ કરવા અને યુક્રેનની મદદ કરવા માટે પશ્ચિમી દેશોની રણનીતિ હોઇ શકે છે.

(10:39 PM IST)