<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

NSEના IPO અંગે મોટું અપડેટ : બે ત્રણ દિવસમાં SEBI સમક્ષ અરજી કરાશે

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના પ્રારંભિક જાહેર ભરણા (IPO)ને આગામી સપ્તાહમાં એક મહત્વની પ્રક્રિયાના સ્તરે પહોંચી શકે

મુંબઈ :નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના પ્રારંભિક જાહેર ભરણા (IPO)ને આગામી સપ્તાહમાં એક મહત્વની પ્રક્રિયાના સ્તરે પહોંચી શકે છે. NSEને 15મી અથવા 16 જૂનના રોજ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા સમક્ષ શરૂઆતી દસ્તાવેદ દાખલ કરી શકે છે. NSEના બોર્ડ ઓફ ડિરેક્ટરે 6 ફેબ્રુઆરીના રોજ સૂચિત IPOને મંજૂરી આપી હતી. આ મંજૂરી SEBI પાસેથી NOC મળ્યાબાદ આપવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) પર આધારિત હશે, એટલે કે તેમાં દેશના સૌથી મોટા સ્ટોકએક્સચેન્જ તરફથી કોઈ નવા શેર ઈશ્યુ કરવામાં આવશે નહીં. વર્તમાન શેરધારક તેની હિસ્સેદારી વેચશે.

NSEના શેરધારકોમાં ઘરેલુ નાણાકીય સંસ્થા, વિમા કંપનીઓ, વિદેશી રોકાણકાર અને વ્યક્તગત રોકાણનો સમાવેશ થાય છે. દેશની સૌથી મોટી વિમાકંપની LIC 10.72 ટકા હિસ્સેદારી સાથે NSEની સૌથી મોટી શેરધારક છે. જ્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તથા તેની સબસિડી SBI કેપિટલ માર્કેટ્સની સંયુક્ત હિસ્સેદારી આશરે 7.5 ટકા છે. વિદેશી રોકાણકારોમાં ટેમાસેકની સબસિડી અરાંદા ઈન્વેસ્ટમેન્ટ્સ તથા કેનેડાના પેન્શન સ્કીમ રોકાણ બોર્ડ (CPPIB)ની પણ નોંધપાત્ર હિસ્સેદારી છે.

NSEની લિસ્ટીંગની યોજના આશરે એક દાયકાથી અલગ-અલગ નિયમકારી કારણો, વિશેષ કરી કો-લોકેશન વિવાદને પગલે અટકેલી હતી. જાન્યુઆરીમાં SEBI દ્વારા NOC આપવામાં આવ્યા બાદ IPO પ્રક્રિયાન ફરીથી ગતિ મળી. બજારના નિષ્ણાતની માહિતી પ્રમાણે આ ભારતના મૂડી બજારના સૌથી મોટા IPOમાંથી એક હોઈ શકે છે. બિન-લિસ્ટેડ બજારમાં NSEના મૂલ્યાંકન પાંચ લાખ કરોડ રૂપિયાથી વધારે આંકવામાં આવે છે. એક્સચેન્જ આશરે 1.8 લાખ શેરધારક છે.

(11:19 PM IST)