<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

આયુષ્‍માન ભારત યોજનામાં હોસ્‍પિટલ દ્વારા કરાતી રૂપિયા ૬૫૫.૦૪ કરોડની છેતરપિંડીનો પર્દાફાશ

૨,૦૨૧ હોસ્‍પિટલોને પેનલમાંથી બહાર કાઢવામાં આવીઃ ૫૯૦ હોસ્‍પિટલોને સસ્‍પેન્‍ડ કરવામાં આવી છે અને ૨૬ સામે FIR નોંધવામાં આવી

નવી દિલ્‍હી,તા.૧૫:  દેશમાં આયુષ્‍માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના હેઠળ નકલી મેડિકલ રિપોર્ટના આધારે હોસ્‍પિટલ દ્વારા કરાતી  છેતરપિડીનો પર્દાફાશ થયો છે. જેમાં નેશનલ હેલ્‍થ ઓથોરિટીએ  એઆઇ અને મશીન લર્નિગની મદદથી રૂપિયા ૬૫૫.૦૪ કરોડના છેતરપિડીના દાવા શોધ્‍યા છે.

જેમાં માલૂમ પડ્‍યું કે, આ યોજના હેઠળ, વિવિધ દર્દીઓના નામે ખોટા અહેવાલો, એક્‍સ-રે અને બ્‍લડ ટેસ્‍ટથી લઇને MRI અને CT સ્‍કેન સુધી સબમિટ કરવામાં આવ્‍યા હતા. તેમજ  દર્દીની વિગતો સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ ઉપરાંત  વિવિધ હોસ્‍પિટલોમાં દાવાઓ દાખલ કરવા માટે સમાન તબીબી દસ્‍તાવેજનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. એનએચએ  અનુસાર આવી છેતરપિડીમાં સામેલ ૨,૦૨૧ હોસ્‍પિટલોને પેનલમાંથી બહાર કાઢવામાં આવી છે. તેમજ  ૫૯૦ હોસ્‍પિટલોને સસ્‍પેન્‍ડ કરવામાં આવી છે અને ૨૬ સામે FIR નોંધવામાં આવી છે. સરકારે હોસ્‍પિટલો પર રૂ.૨૬૩.૭૧ કરોડનો દંડ પણ ફટકાર્યો છે.

એઆઈ  આધારિત ઇમેજ એનાલિટિક્‍સ સિસ્‍ટમે એવા કિસ્‍સાઓ શોધ્‍યા હતા  જ્‍યાં ત્રણ અલગ અલગ દર્દીઓ માટે દાવામાં એક જ એક્‍સ-રે ફિલ્‍મનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. તપાસમાં જાણવા મળ્‍યું કે દર્દીનું નામ, ID અને તારીખમાં ફેરફાર કર્યા પછી દસ્‍તાવેજો સબમિટ કરવામાં આવ્‍યા હતા. સિસ્‍ટમે આને સંભવિત ઇમેજ છેડછાડ તરીકે ચિホતિ કર્યું. આ ઉપરાંત  એવા કિસ્‍સાઓ પણ શોધી કાઢવામાં આવ્‍યા હતા જ્‍યાં બે અલગ અલગ દર્દીઓને સંડોવતા દાવાઓ માટે એક જ દર્દીના રિપોર્ટનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. ઇમેજ હેશિગ અને દસ્‍તાવેજ વિશ્‍લેષણ તકનીકો દ્વારા સમાન દસ્‍તાવેજો ઓળખીને છેતરપિડીનો પર્દાફાશ કરવામાં આવ્‍યો હતો.

(10:09 AM IST)