News of Monday, 15th June 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૬૫

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
મારી પાસે લોકો આવે છે અને પૂછે છે- જો અમે ધ્યાન કરશું તો સુખ-સંપતિ મળશે? હવે આવી વ્યકિત ધ્યાન કઇ રીતે કરશે? તે તો સુખ-સંપતિની ઇચ્છાને કારણે જ ધ્યાન કરવા માંગે છે. આવી વ્યકિત જયારે ધ્યાન કરવા બેસે અને જો તેના મનમાં સુખ-સંપતિના વિચાર આવવા લાગે તો તેમાં આヘર્ય શું? મારી પાસે એવા પણ લોકો આવે છે અને પૂછે છેઃ ‘અમે ધ્યાન તો કરશું પરંતુ ધ્યાનથી ફાયદો શો થશે?' તેમનો પ્રશ્ન તમે સમજયા? તેઓ ઇચ્છે છે કે ધ્યાન દ્વારા પણ ‘બેન્ક બેલેન્સ' વધે, ફાયદો, લાભ થાય.. ધ્યાનથી થશે શું? તેમના જીવનમાં એવી કોઇ વાત નથી હોતી, જે તેઓ ‘સ્વાંતઃ સુખાય' માટે કરી શકે.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
